BREAKING NEWS

નલિયામાં જન્મેલા બસ્ટર્ડ ચિકને નર તરીકે મળી પુષ્ટ્રિ, ગુજરાતમાં પ્રજાતિ બચાવવાની આશા વધી

  • September 08, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છના નલિયા વિસ્તારમાંથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (જીઆઈબી)ના સંરક્ષણ માટે મોટી ખુશખબર સામે આવી છે. લગભગ આઠ વર્ષ બાદ રાયમાં નર જીઆઈબી જોવા મળ્યું છે. ૨૧ મેના રોજ જન્મેલું આ બચ્ચું હવે ત્રણ મહિનાનું થઈ ગયું છે અને તેને નર તરીકે પુષ્ટ્રિ કરવામાં આવી છે. નલિયામાં જન્મેલું આ નર બચ્ચાએ રાયમાં જીઆઈબીની વસ્તી ફરી ઉભી કરવાની આશા જગાવી રહ્યું છે.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચ્ચાના માથા અને ગળાના પીંછા તેની પાલક માદા કરતાં વધુ સફેદ થઈ રહ્યા છે. તેના શારીરિક વિકાસ અને પીંછાની રચના પણ નર બસ્ટર્ડના લક્ષણો સાથે સુસંગત છે. બચ્ચું હવે ૬૦૦ મીટર સુધી ઉડાન ભરવા લાગ્યું છે.
નલિયામાં જન્મેલું આ બચ્ચું 'જમ્પ–સ્ટાર્ટ' પદ્ધતિ હેઠળ ઉછેરવામાં આવેલું બીજું જીઆઈબી ચિક છે. આ પદ્ધતિમાં માદાનું બિનફળદ્રત્પપ ઈંડું દૂર કરીને તેના સ્થાને રાજસ્થાનથી લાવવામાં આવેલું ફળદ્રત્પપ ઈંડું મૂકવામાં આવે છે. આ જ માદા દ્રારા અગાઉ ૨૪ માર્ચે પ્રથમ 'જમ્પ–સ્ટાર્ટ' બચ્ચું બહાર આવ્યું હતું. જોકે, ૨૪ દિવસ બાદ તે ગુમ થઈ ગયું હતું. આ ઘટનાને કારણે વન વિભાગની દેખરેખ અંગે સવાલો ઉઠા હતા.
શિકારી પ્રાણીઓથી જોખમ ઘટાડવા માટે ગાંડો બાવળના કેટલાક વિસ્તારો સાફ કરવામાં આવ્યા, જેથી આસપાસનો વિસ્તાર સ્પષ્ટ્ર દેખાય. તેમજ કૃત્રિમ પાણીના કુંડોને સૂકા રાખવામાં આવ્યા, જેથી રખડતા કૂતરા અને શિયાળ ત્યાં આકર્ષાય નહીં.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્રારા નલિયાનો 'જમ્પ–સ્ટાર્ટ' પ્રયાસ સફળ રહ્યો હોવાની માહિતી આપી હતી. બચ્ચાએ ૪૦ દિવસનો જોખમી સમયગાળો પાર કર્યા બાદ તેની સફળતા અંગે આશા વધુ મજબૂત બની હતી. હવે આ નર જીઆઈબી ગુજરાતમાં લુપ્રાય પ્રજાતિનું પુન:સ્થાપન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વન વિભાગ માટે આ સફળતા ગુજરાતના જીઆઈબી સંરક્ષણ અભિયાનમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application