BREAKING NEWS

દુધાળા પશુઓ વધુ દુધ તે માટેના ઈન્જેક્શન વેચનાર ધોરાજીના વેપારી સામે ગુનો નોંધાયો

  • October 10, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં દુધાળા પશુઓ વધુ આપે તે માટેના હાનીકારક ઈન્જેક્શન વેચનાર ધોરાજીના વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રૂરલ એલસીબીની ટીમે ગયા વર્ષે ધોરાજીના બુખારીશા ચોકમાં દરોડો પાડી ઇન્જેક્શનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો હતો. જે બાદ એફએસએલમાં ટોક્સિનની હાજરી મળી આવતાં વેપારી ફયાજ વાલોરીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.પ્રાપ્ત રૂરલ એલસીબી પીએસઆઇ કે.એમ.ચાવડા ટીમ સાથે ગઈ તા.૨૧-૦૧-૨૦૨૫ ના ધોરાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. ત્યારે સાથેની ટીમને ધોરાજી બુખારીશા ચોક, બુખારી મસ્જિદ સામેની ગલીમાં આવતા બાતમી મળી હતી કે, અહી ગલીમાં ફયાજ આરીફ વાલોરીયા (રહે. ધોરાજી) પોતાના કબ્જા ભોગવટાના જુના મકાનમાં ગાય, ભેંસ વધુ દુધ આપે તેવા ઈન્જેકશનો જથ્થો કોઇ પણ આધાર પુરાવા બીલ વગર રાખી વેચાંણ કરે છે. જે બાતમીના આધારે દરોડો પાડતાં ફયાજ આરીફ વાલોરીયા (ઉ.વ.૫૦, રહે. બહારપુરા નદી બજાર, અનવરીયા સ્કુલની સામે, ધોરાજી) ને અટકમાં લીધો હતો.પોલીસની ટીમે મકાનમાં તપાસ કરતા રૂમમાં નાની મોટી સાઇઝના બોકસો પ્લાસ્ટીકના થેલામાં પણ જોવામાં આવતા જે બાબતે તે શખસને પૂછતા તમામ બોકસોમાં ગાય, ભેંસ વધુ દુધ આપે તે માટેના પારદર્શક પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકના નાની બોટલો (ઈન્જેકશનો) છે. તેમજ તેની પાસે ઇન્જેકશો રાખવા અંગે કોઈ આધાર પુરાવાઓ કે બીલ પણ ન હોય જેથી મુદામાલ શંકાસ્પદ લાગતાં પ્લાસ્ટીકના નાની બોટલો (ઈન્જેકશનો) કુલ-૧૩૪૩ રૂા.૧,૩૪,૧૦૦ નો મુદામાલ કબ્જે કરેલ હતો. તેમજ મોટી બોટલોના બોકસ નંગ-૩૧૬ કુલ રૂ.૨,૮૫,૯૮૦ નો શંકાસ્પદ મુદામાલ કબ્જે કરેલ હતો. જે બાદ ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરી કબ્જે કરેલ સેમ્પલ એફએસએલ તપાસણી અર્થે મોકલી આપ્યો હતો. જેનો અભિપ્રાય આવતા ઇન્જેક્શનોમાં પશુના સ્વાસ્થય માટે હાનીકારક દ્રવ્યની હાજરી મળી આવી હતી. જેથી આરોપી ફયાજભાઇ વાલોરીયાએ ગાય, ભેસ વધુ દુધ આપે તે માટેના સફેદ પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકની બોટલો (ઈન્જેકશનો) નો ઉપયોગ કરી ઢોરની તંદુરસ્ત માટે નુકશાનકારક પ્રવાહીનું વેચાણ કરતા પ્રાણી (ઢોર) કુરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application