પડધરી પોલીસ લાઈનમાં ઘુસી વીડિયો ઉતારી લાઇન જમાદાર ફરજમાં કાવટ કરનાર રાજકોટના બે શખસો સામે ગુનો નોંધાવામાં આવ્યો છે. બપોરના સમયે ઘુસેલા આ શખસોએ પત્રકાર તરીકે ઓળખ આપી વીડિયો તો ઉતારીશ જ કહીં ધમકી પણ આપતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પડધરી પોલીસ લાઈનમાં રહેતાં રહેતાં વિપુલભાઈ ડાયાભાઈ પડાણી (ઉ.વ.૩૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૃણાલ હસમુખ ડાભી (રહે. ભવાનીનગર શેરી નં.૪, રામનાથપરા, રાજકોટ) અને કિશન વાડોલીયા (રહે. રાજકોટ) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પડધરી પોલીસ સ્ટેશનમા લાઇન જમાદાર તથા કોર્ટ ડયુટી તરીકે ફરજ બજાવે છે. ગઇ તા.૯ ના બપોરના કોર્ટ ડયુટીમાથી રીસેષમાં પડધરી પોલીસ લાઇનમાં ઘરે જમવા માટે જતો હતો ત્યારે પડધરી પોલીસ લાઇનના ગેઇટ પાસે બપોરના બે વાગ્યે એક શખસ બાઈક ચલાવતો હોય અને બીજો શખસ તેની પાછળ બેઠા બેઠા મોબાઇલમાં પોલીસ લાઇનનો વીડીયો ઉતારતો હોય જેથી તેમને ગેઇટ પાસે ઉભા રહેવાનુ કહેતા તેઓ ઉભા રહેલ નહીં અને પોલીસ લાઇનમા અંદર જઇ વીડિયો ઉતારવા લાગ્યા હતાં.
જેથી તેને કહ્યું હતું કે, તમો કોણ છો અને અહીંયા વીડિયો કેમ ઉતારો છો? દરમિયાન પાછળ બેઠેલા શખસે વીડિયો ઉતારવાનુ બધં કરી કહ્યું હતું કે, હત્પં પત્રકાર છું અને વીડિયો તો ઉતારીશ જ તમારાથી થાય તે કરી લેજો અને ત્યાં સાથે નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ રાધીકાબેન સાકરીયા, કોન્સ્ટેબલ આરતીબેન, મીલનભાઇ ડેરવાળીયા પણ ત્યાં આવી ગયેલ અને બધાને જોઇને આ બંન્ને ભાગવા લાગતા તેઓને ઉભા રહેવાનુ કહેતા તે ત્યાંથી પોતાનું એકસેસ નં.જીજે.૦૩.એલપી.૦૦૬૦ પુર ઝડપે ચલાવી ત્યાંથી નાશી ગયા હતાં.
બાદ ગઈકાલે ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર એક વીડિયો જોવામા આવેલ હોય અને જેમાં પડધરી પોલીસ લાઇનનો વીડિયો હોય જેથી તેનુ ઇન્સ્ટાગ્રામ આઇડી જોતા રાજકોટ સિટી અપડેટ ન્યુઝ નું હોય અને તેનુ ટાઇટલ નામ રાજકોટ સિટી અપડેટ લખેલ જોવામા આવેલ હતું. જેમા બાયોમાં લખેલ મોબાઈલ નંબર પર તપાસ કરતા જાણવા મળેલ કે, આ ગઇ તા.૯ ના બપોરના બે વાગ્યે પડધરી પોલીસ લાઇનમા વિડીયો ઉતારનાર શખ્સ કુણાલ ડાભી અને તેનુ બાઈક ચલાવનારનું નામ કીશન વાડોલીયા હોય તે પડધરી પોલીસ લાઇનમા કોઇના સબંધી કે પોતે અહીંયા રહેતા પણ ના હોય અને પોતે ગેર કાયદેસર રીતે પોલીસ લાઇનમાં પ્રવેશ કરી ઉભા રહેવાનુ કહેવા છતા ઉભા ના રહી લાઇન જમાદાર તરીકેની કાયદેસરની ફરજમાં કાવટ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application