BREAKING NEWS

એકાઉન્ટન્ટ યુવતીને મારી પગ ભાંગી નાખનાર સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો

  • December 09, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૈયારોડ પર જાહેરમાં એકાઉન્ટન્ટ યુવતીને મારમારી તેના બંને પગ ભાંગી નાંખનાર શખસ સામે વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રૈયા રોડ પર રહેતા હિરેન ધોળકિયા નામના શખ્સે એકાઉન્ટન્ટ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ હોટેલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિરેન પોતે પરિણીત હોવાનું સામે આવતા યુવતીએ યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


શહરેના 150 ફૂટ રીંગ રોડ પરના વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધવેલી ફરિયાદમાં આરોપી તરીકે રૈયા રોડ પર બાપા સીતારામ ચોક નજીક રહેતા હિરેન ઉર્ફે કાના રાજા ધોળકિયાનું નામ આપ્યું છે.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણીના પિતાનું પાંચ વર્ષ પૂર્વે અવસાન થઇ ગયું છે. તેણી હાલ તેની માતા અને ભાઈ સાથે રહે છે અને પોતે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગઈ તા. 31/07/2024 ના રોજ તેમની માતાનું એક્સિડન્ટ થયેલ હોય જેથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતા. ત્યારે તેમના ભાઈ સાથે આવેલા હિરેન ધોળકિયા સાથે પરિચય થયેલ હતો. બાદમાં તેની સાથે મોબાઈલ ફોનમાં વાતચીત શરૂ થયેલ હતી. ત્યારબાદ બંને અવાર નવાર અલગ અલગ જગ્યાએ મળતા અને વાતચીત કરતા હતા.


દરમિયાન હિરેન ઉર્ફે કાના રાજા ધોળકિયાએ જણાવેલ કે, હું તારી સાથે લગ્ન કરીશ, હું કુંવારો છું, તેવી વાતચીત કરી લગ્નનું વચન આપી અવાર નવાર કેકેવી હોલ પાસે આવેલ શ્રી સાગર હોટલમાં તેમજ જામનગર રોડ ઉપર આવેલ પ્રયાગરાજ રિસોર્ટ ખાતે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેણીને જાણવા મળેલ કે, હિરેન ભરવાડ જ્ઞાતિના હોય જેના લગ્ન તથા સગાઈ નાનપણથી જ થઈ જતાં હોય અને હિરેનના પણ લગ્ન થઈ ગયેલ છે. જે વાત તેણીથી છુપાવી અંધારામાં રાખી લગ્નનું ખોટું વચન આપી ઈરાદાપૂર્વક તેણી સાથે શરીર સંબંધ બાંધનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


યુનિવર્સીટી પોલીસની ટીમે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ બીએનએસની કલમ 69 હેઠળ ગુનો નોંધ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આરોપીએ યુવતી પાસેથી લાખો રૂપિયા પણ પડાવ્યાં હતા અને થોડાં દિવસ પહેલાં યુવતીને રૈયા રોડ પર જાહેરમાં બેફામ મારમારી બંને પગ ભાંગી નાંખ્યા હતા. જે બનાવ મામલે પણ ગુનો નોંધાયો હતો અને હાલ આરોપી જેલ હવાલે હોવાથી તેનો કબજો મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application