કણકોટના અલખધણી આશ્રમમાં સેવાભાવી પ્રૌઢે ફાંસો ખાઈ આપઘાત કર્યો
કણકોટના અલખધણી આશ્રમમાં સેવાભાવી પ્રૌઢે ફાંસો ખાઈ આપઘાત કર્યો
January 10, 2026 03:19 PM
રાજકોટ કાલાવડ રોડ પર કણકોટના કૃષ્ણનગરમાં આવેલા અલખધણી આશ્રમમાં રહેતાં રણછોડભાઈ ગોરધનભાઈ મોરડીયા (ઉ.વ.૬૭)ના પ્રૌઢે પતરાના એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી હતી.
બનાવની જાણ પોલીસને કરવામાં અવત તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનારા પ્રૌઢ ચારેક વર્ષથી અહિં રહેતાં હતાં અને ગાયોની સેવા કરતાં હતાં. ગાયોના નીરણના ગોડાઉનમાં તેણે લોખંડના એંગલમાં દોરી બાંધી પગલું ભરી લીધું હતું. પોલીસની વધુ તપાસમાં પ્રૌઢના પરિવારજનો ૮૦ ફુટ રોડ ગ્રીનસીટીમાં રહે છે. સંતાનમાં દીકરો દીકરી છે. બનાવની જાણ કરવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. પ્રૌઢે ક્યાં કારણોસર આપઘાત કર્યોતે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.