રાજકોટ શહેરમાં દારૂ તેમજ ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યો નું વેચાણ કરતા પેડલરો સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે ડ્રગ્સ મુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત ભક્તિનગર પોલીસ મથકની ટીમે મળેલ ચોક્કસ હકીકતના આધારે વિનોદનગર આવાસ યોજના ક્વાર્ટર માં રહેતા અને અગાઉ 11 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન શખ્સને 2.10 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી ગાંજો સપ્લાય કરનાર પેડલરની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ઝોન વન હેતલ પટેલ દ્વારા શહેરમાં નશીલા દ્રવ્યો ડ્રગ્સ ચરસ, ગાંજો, જેવા પ્રતિબંધિત દ્રવ્યોનું વેચાણ કરતા નશા સોદાગરને ઝડપી લેવા આદેશ કર્યા હતા.
જેના પગલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ સરવૈયા ની સૂચનાથી ડિસ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો તે દરમિયાન જયદીપભાઇ આલગોતર ને મળેલ ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ જે ગોહિલ અને ટીમે વિનોદ નગર આવાસ યોજના ક્વાર્ટર્સ બ્લોક નંબર 4 કોટન નંબર 2020 નજીક આરોપી ફિરોજ અહમદભાઈ રાઉમા ઉંમર 43 રહે વિનોદનગર આવાસ યોજના ક્વોટર્સ વાળાને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા વિનોદ પાસેથી 4.200 કિલોગ્રામ ગાંજાનું જથ્થો કિંમત રૂપિયા 2.10 લાખનો મળી આવતા ગાંજો મોબાઈલ સહિત કુલ 2.20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી વિનોદ અગાઉ 11 જેટલા જુદા જુદા ગુનામાં અલગ અલગ પોલીસ મથકના ચોપડે ચડી ચૂક્યો છે.
આ અંગેની કામગીરીમાં પીઆઇ એમ એમ સરવૈયા, પીએસઆઇ જે જે ગોહિલ એ.એસ.આઇ નિલેશ મકવાણા, હેડ કોન્સ્ટેબલ જયદીપ અલગગોતર,સ્નેહ ભાદરકા, હરવિજયસિંહ ગોહિલ, કેતનભાઇ બોરીચા, રમેશભાઈ માલકીયા, રાજેશગીરી ગોસ્વામી, પ્રભાત મયડ, નિલેશ મિયાત્રા, પ્રકાશ મકવાણા, રવિ રતનું, પ્રવીણભાઈ પરમાર, કુલદીપસિંહ ઝાલા સહિતની ટીમ જોડાઈ હતી.
ભક્તિનગર ડી સ્ટાફે 2.10 લાખના ગાંજા સાથે ઝડપી લીધેલા ફિરોજ રાઉમા ની પૂછપરછ હાથ ધરતા પોતે પડીકી બનાવી છૂટક વેચાણ કરતો હોવાનું તેમજ ચાર દિવસ પૂર્વે રાજસ્થાનનો પુરણનાથ નામનો પેડલર ડીલેવરી આપી ગયા ની કબુલાત આપતા વધુ તપાસ થોરાળા પોલીસ મથકના પીઆઇ એનજી વાઘેલા ચલાવી રહ્યા છે.