BREAKING NEWS

ગોંડલના મોવિયાની કિંમતી જમીનનો બનાવટી દસ્તાવેજ બનાવી લેવાયો

  • May 02, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલના તાલુકાના મોવિયા ગામની કિંમતી જમીન બનાવટી દસ્તાવેજના આધારે પચાવી પાડવા પ્રયાસ કરાયો હતો. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બોગસ ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજ બનાવી મૂળ માલિક હોવાની ઓળખ આપી સાક્ષી પણ ડુપ્લીકેટ ઉભા કરી દીધા હતા.
બનાવ અંગે બાબરાના પાનસડા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ભાઈલાલભાઈ મહેતા (ઉ.વ.૬૬) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ભાવનાબેન.કે.ચાવડા (રહે.દેરડી ગોંડલ), તુષાર નરોત્તમદાસ દુદાણી (રહે. આસોપાલવ સોસાયટી, ગોંડલ), વિપુલગીરી ગોસ્વામી (રહે.મોવિયા, ગોંડલ), ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ (રહે.મનહર પ્લોટ૭ રાજકોટ) તેમજ વેંચાણ દસ્તાવેજ કરનાર અજાણ્યા પુષ અને મહિલાનું નામ આપ્યું છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. તેઓને બગસરાના નવા વાઘણીયા ગામે રહેતા કાંતિભાઈ નંદલાલ પાઠક અને મધુબેન કાંતિભાઈ પાઠકે પોતાની મોવિયા ગામે આવેલ સર્વે નંબર ૧૦૦ પૈકી ૧ પૈકી ૩ ની ૧–૮૬–૧૬ હેકટર જમીનનો તમામ પ્રકારનો વહીવટ કરવા કુલમુખત્યાર નામું કરી આપેલ હતું.
ગઈ તા. ૩–૧૦–૨૦૨૫ થી તા. ૨૨–૧૨–૨૦૨૫ દરમિયાન આરોપીઓએ પોતાનો એક સમાન ગુનાહિત ઇરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતં રચી ફરિયાદી કે જમીનના મૂળ માલિકની જાણ બહાર આરોપી અજાણી મહિલા અને પુષે મૂળ માલિક કાંતિભાઈ પાઠક તથા મધુબેન પાઠકના ખોટા નામ ધારણ કરી બોગસ ચૂંટણી કાર્ડ મેળવી તેમજ આરોપી ભાવનાબેન, તુષાર, વિપુલગીરી અને ઉત્તમસિંહએ સાક્ષી તરીકે રહી અજાણા વ્યકિતઓએ કાંતિભાઈ પાઠક અને મધુબેન છે તેવી રજીસ્ટ્રાર બ ખોટી ઓળખ આપી કિંમતી બનાવટી બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યેા હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આઈપીએસ પ્રખરકુમાર અને ટીમે કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application