BREAKING NEWS

જામનગર : લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા જામનગરના જેએમસી પાર્ટી પ્લોટ ખાતે પારિવારિક સ્નેહ મિલન યોજાયું....

  • January 20, 2026 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તારીખ 17-1-2026ને શનિવારના રોજ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા જામનગરના રણજીતસાગર ડેમ ખાતે આવેલ જેએમસી પાર્ટી પ્લોટ ખાતે પારિવારિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના મંત્રી હંસરાજભાઈ ગજેરા, સૌરાષ્ટ્ર સંભાગના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા તથા જામનગરના દરેક એસોસિએશનના પ્રમુખો, sidbiના અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, જામનગર જિલ્લા સંઘ કાર્યવાહક રાકેશભાઈ ચાંગાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


જેમાં ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી હંસરાજભાઈ ગજેરા દ્વારા લઘુ ઉદ્યોગ ભારતી વિશે સૌ લોકોને માહિતગાર કર્યા હતા અને લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્રના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા પ્રસંગ અનુરૂપ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને sidbiના અધિકારીઓએ સરકાર દ્વારા ઉદ્યોગકારોને અપાતી યોજના વિશે માહિતગાર કર્યા હતા.

​​​​​​​

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી આવેલા અધિકારીએ ઉદ્યોગકારોને મળવા પાત્ર સબસીડી વિશે માહિતગાર કર્યા હતા. જામનગર જિલ્લા કાર્યવાહક રાકેશભાઈ ચાંગાણી એ પ્રસંગ અનુરૂપ પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 1250 થી વધારે સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application