BREAKING NEWS

ખેડૂતે ગેંડા કરતા પણ વધુ વજનનું કોળું ઉગાડી ગીનીસ બુકમાં નામ નોંધાવ્યું

  • October 14, 2026 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકો ઘણીવાર તેમના બગીચામાં નાના છોડ અથવા શાકભાજી ઉગાડવામાં પણ અનેરો આનદં માણે છે, પરંતુ કલ્પના કરો કે જો કોઈ કોળું એટલું મોટું થાય કે તેનું વજન ગેંડા કરતાં પણ વધુ હોઈ શકે? સામાન્ય રીતે તેનો જવાબ ના જ હોય, પરંતુ આ સત્ય હકીકત છે. બ્રિટનમાં પણ કંઈક આવું જ બન્યું છે. હેમ્પશાયરમાં રહેતા નર્સરી માલિક ઇયાન પેટને વિશ્વનું સૌથી ભારે કોળું ઉગાડીને ઇતિહાસ રચ્યો છે. આ કોળાનું વજન ૨,૮૫૬ પાઉન્ડ એટલે કે ૧,૨૯૫.૮ કિલો છે. ૩ ઓકટોબરના રોજ એક કાર્યક્રમમાં તેને વિશ્વનું સૌથી ભારે કોળું પ્રદર્શનમાં મુકયું હતું, જેની નોંધ ગીનીસ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડએ પણ લીધી છે.ઇયાનના પુત્રએ આ કોળાનું નામ બગીરા રાખ્યું, જે ધ જંગલ બુક ના બ્લેક પેન્થર પરથી રાખવામાં આવ્યું છે. યારે બર્કશાયરના વોરગ્રેવમાં ગ્રેટ પમ્પકિન કોમનવેલ્થ વેઇજ–ઓફમાં તેનું વજન કરવામાં આવ્યું, ત્યારે નિર્ણાયકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. રસપ્રદ વાત એ છે કે, ઓકટોબર ૨૦૨૫ માં, ઇયાન અને તેના જોડિયા ભાઈ સ્ટુઅર્ટે મોગલ નામનો ૧,૨૭૮.૮ કિલોગ્રામનો કોળું ઉગાડીને રેકોર્ડ બનાવ્યો. આ વખતે, સ્ટુઅર્ટ સ્પર્ધામાંથી ખસી ગયા પછી, ઇયાને એકલા પડકાર સ્વીકાર્યેા અને પોતાનો જ રેકોર્ડ તોડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application