BREAKING NEWS

અમેરિકામાં બે વાર ઘાતક ઇન્જેક્શન દીધા પછી પણ મહિલા કેદી બચી ગઈ

  • October 02, 2026 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના ટેનેસીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અને મૃત્યુદંડની સજા પામેલા મહિલા કેદી ક્રિસ્ટા પાઇકને બે વાર ઘાતક ઇન્જેક્શન દ્વારા મારી નાખવા ના પ્રયાસો નિષ્ફળ ગયા. તે બંને વખત બચી ગઈ અને બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેની કાનૂની ટીમે કહ્યું કે પાઇક બેભાન હતી, પરંતુ તેના હૃદયના ધબકારા હજુ પણ કામ કરી રહ્યા હતા અને નસકોરા સંભળાતા હતા.તેના વકીલે બીબીસીને જણાવ્યું હતું કે 50 વર્ષીય પાઇક હવે બે ઇન્જેક્શન લીધા પછી હોસ્પિટલમાં જીવનરક્ષક સારવાર મેળવી રહી છે. 19 વર્ષીય કોલીન સ્લેમરની હત્યા બદલ 1996માં પાઇકને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.નોંધનીય છે કે મહિલા કેદીને મૃત્યુ દંડ અંગે છેલ્લી ઘડી સુધી કાનૂની લડાઈ ચાલી. આખરે, યુએસ સુપ્રીમ કોર્ટે ઘાતક ઇન્જેક્શન દ્વારા તેને મોત આપવાની પ્રક્રિયાને મંજૂરી આપી હતી. અને હવે તેમાં નિષ્ફળતા મળતા શું કરવું એના નિયમ કે ગાઈડ લાઈન શોધાઈ રહી છે.પાઇક 18 વર્ષની હતી જ્યારે તેણી અને તેના બોયફ્રેન્ડ, ટેડ્રિલ શિપે 19 વર્ષીય સ્લેમરની હત્યા કરી. તેઓ મુશ્કેલીગ્રસ્ત કિશોરો માટે નોકરી તાલીમ શિબિરમાં સ્લેમરને મળ્યા હતા. ગુરુવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે નેશવિલમાં રિવરબેન્ડ મેક્સિમમ સિક્યુરિટી ઇન્સ્ટિટ્યૂશન ખાતે ઇન્જેક્શનમાં દવા આપવામાં આવી હતી. પાઇકને બે ડોઝ મળ્યા હતા. ટેનેસીના મૃત્યુ દંડ પ્રોટોકોલમાં દવા ધરાવતી સિરીંજનો બીજો સેટ પણ આપવામાં આવ્યો છે, જો પ્રથમ ડોઝ મૃત્યુનું કારણ ન બને તો તેનો ઉપયોગ કરવામાં આવશે. જો કે, તે સ્પષ્ટ કરતું નથી કે જો બીજા સેટ પછી વ્યક્તિ જીવંત રહે તો શું થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application