મોટી ટાંકી ચોક પાસે રીક્ષાચાલક અને યુવતી વચ્ચે બબાલ
મોટી ટાંકી ચોક પાસે રીક્ષાચાલક અને યુવતી વચ્ચે બબાલ
October 10, 2025 03:38 PM
શહેરના મોટી ટાંકી ચોક પાસે આજરોજ રીક્ષાચાલક અને યુવતી વચ્ચે જોરદાર બબાલ થઇ હતી. જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. રીક્ષાચાલકને રોકી યુવતીએ રોષભેર તેની સાથે વાત કરી રીક્ષાના કાચ પર જોરથી હાથ માર્યો હતો. યુવતી સાથે તેના પિતા જેવી વયના કોઇ વ્યકિત પણ સાથે હોવાનું વીડિયોમાં નજરે પડે છે. જોકે માથકૂટ કયાં કારણોસર થઇ હતી. જે વીડિયો પરથી માલુમ પડી રહ્યું નથી.
આજરોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જે શહેરના મોટી ટાંચી ચોક પાસેનો હોવાનુ કહેવાય છે. અહીં યુવતી એક રીક્ષાચાલકને રોકી યુવતી તેની સાથે ભારે ગુસ્સે થઇ વાત કરે છે એટલું જ નહીં તે રીક્ષાના કાચ પર જોરથી હાથ મારી તેમાં નુકશાન કરતી હોવાનુ નજરે પડે છે. આ સમયે તેની સાથે તેની પિતાના વયની કોઇ વ્યકિત પણ તેની સાથે હોય જે તેને અહીંથી દૂર લઇ જાય છે. બનાવને લઇ અહીં મોટી સંખ્યામાં લોકો ટોળે વળી ગયાનું નજરે પડે છે. યુવતીને કયાં કારણોસર રીક્ષચાલક સાથે માથાકૂટ થઇ હશે તે જાણી શકાયું નથી. પરંતુ વાઇરલ થયેલા આ વીડિયોને લઇ ભારે ચર્ચા જાગી છે.