BREAKING NEWS

એમ.જી.હોસ્ટેલમાં લોબીમાં ગીત વગાડવા જેવી બાબતે સામસામે મારામારી: ત્રણ છાત્રોને ઇજા

  • February 16, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કાલાવડ રોડ પર આવેલી એમ.જી.હોસ્ટેલમાં સામસામે છાત્રો વચ્ચે માથાકૂટ થતા ત્રણ છાત્રોને ઇજા થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. લોબીમાં ગીત વગાડવા બાબતે માથાકૂટ થઇ હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે પોલીસે બે છાત્રો સામે ગુનો નોંધ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની પાસે આવેલી એમ.જી.હોસ્ટેલમાં રહી હરિવંદના કોલેજમાં એલએલબીનો અભ્યાસ કરતા મૂળ કોડીનારના દિવ્યેશ રમેશભાઈ સોસા (ઉ.વ.23)એ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15ના રાત્રીના બારેક વાગ્યે બહારથી હોસ્ટેલમાં આવતા ઉનાથી આવેલો મિત્ર કૈલાશ બિપીનભાઈ પરમાર હોસ્ટેલમાં રોકાયો હતો તેનું મૂડ બરાબર ન હોવાથી પૂછતાં કહ્યું હતું કે, લોબીમાં ગીત વગાડતો હતો ત્યારે મોબાઈલની લાઈટ ચાલુ હતી આથી સામેના રૂમમાં રહેતો ભરત જગુભાઈ જાદવ અને તેનો ભાઈ મયુરે આવી ઉંચા અવાજે ગીત વગાડવાની ના પાડી લાઈટ પણ બંધ કરવાનું કહી આ બાબતે બોલાચાલી કરી ધોલધપાટ કરી હતી. મિત્રની વાત સાંભળી કૈલાશને સાથે રાખી હું તેમજ બીજો મિત્ર મિત મકવાણા બધા ભરતના રૂમમાં તેને સમજાવવા જતા ત્યાં ભરતે ગાળાગાળી કરી બંને ભાઈઓ ઢીકાપાટુનો મારમારવા લાગતા દરમિયાન કૈલાસ છોડાવવા વચ્ચે પડતા તેને મોઢા ઉપર ધોકાનો ઘા લાગી ગયો હતો. આથી બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે સામા પક્ષે મયુર જગુભાઈ જાદવ (ઉ.વ.24)નો પણ પોતાને દિવ્યેશ સોસા અને કૈલાશ સાઈટને પાઇપ ધોકાથી મારમાર્યો હોવાની રાવ સાથે સિવિલમાં દાખલ થયા હતા. બનાવના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application