રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ અને જુગાર ના ધંધાર્થીઓ પર દરોડા પાડવા કરેલા આદેશ ના પગલે ડીસીપી ઝોન ટુ ની સૂચનાથી પ્રનગર પીઆઇ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની ટીમને મળેલ ચોક્કસ હકીકત ના આધારે જૂની કલેકટર કચેરી વાળા રસ્તે એક શંકાસ્પદ કારને અટકાવી કારની તલાસી લેતા ચોરખાનામા છુપાવેલો 1.51 લાખનો 480 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ડીલેવરી કરવા આવેલ બેલડીને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ અને એસીપી રાધિકા ભારાઈ ની સૂચનાથી પ્રદ્યુમન નગર પોલીસ મથકના પીઆઇ વી આર વસાવા ના માર્ગદર્શન હેઠળ ડિસ્ટાફ પીએસઆઇ જે બી રાણીંગા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.
તે દરમિયાન સર્વેલન્સ સ્કોડના વિશ્વરાજસિંહ ઝાલા ચાપરાજભાઈ ખવડ, તોફીક મંઘરા ને હકીકત મળી હતી કે જૂની કલેકટર કચેરી વાળા રસ્તે મહેન્દ્રા કંપનીની અમદાવાદ પાર્સિંગની tuv કાર શંકાસ્પદ હિલચાલ કરી રહી છે ઉપરોક્ત બાતમીના આધારે પીએસઆઇ જી બી રાણીંગા સહિતની ટીમ જૂની કલેકટર કચેરી ખાતે દોડી ગયા હતા.
જ્યાં જી જે ૦૧આર વી ૯૫૪૫ નંબરની tuv300 કાર ને અટકાવી કારની તલાસી લેતા પ્રથમ નજરે કાર ખાલી હોય તેવું લાગતું હતું પરંતુ ચોકસાઈપૂર્વક કારની તલાસી લેતા એક ચોર ખાનું મળી આવ્યું હતું જેમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ 480 કિંમત રૂપિયા 1, 51, 200નો મળી આવતા કારના ચાલક તેજ નારાયણ રામ બચ્ચન યાદવ ઉમર 36 રહે જગદીશ નગર સોસાયટી નાના વરાછા સુરત મૂળ સરાવ તાલુકો રાજપુર બિહાર, અને પ્રભુદાસ જગનભાઈ રાઠવા ઉમર 40 રહે સાયણ તિરૂપતિ રેસીડેન્સી સુગર રોડ સુરત મૂળ મોગરા તાલુકો કવાટ જીલ્લો છોટાઉદેપુર વાળા ની ધરપકડ કરી દારૂ કાર સહિત કુલ રૂપિયા 6,56,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા બંને આરોપી ની પૂછપરછમાં પ્રભુદાસ રાઠવા પ્રોહીબીશનનો રીઢો ગુનેગાર હોવાનું તેમજ સુરત ના વરાછા તેમજ કાપોદ્રા પોલીસ મથકમાં અગાઉ પાંચ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેમજ આ દારૂ નો જથ્થો દમણ સેલવાસથી ડીલેવરી કરવા આવ્યાનું અને આ દારૂ અજાણ્યા મોબાઈલ નંબર વાળા શખ્સનો સંપર્ક કરી ડીલેવરી કરવાના હતા તેવી કબુલાત આપી હતી.
આ અંગેની કામગીરીમાં પીઆઇ વી આર વસાવા પીએસઆઇ જે બી રાણીંગા હેડ કોન્સ્ટેબલ એમસી જાડેજા, જે એલ વાવડીયા, વિશ્વજીતસિંહ,તોફીકભાઈ મંઘરા, ચાપરાજભાઈ ખવડ, રિયાઝ ભીપોત્રા, વનરાજભાઈ બોરીચા વિરેન્દ્રસિંહ પરમાર, જયપાલસિંહ, તોફિક જૂનાચ, ધર્મેશ મોણપરા, સહિતની ટીમ જોડાઈ હતી.