BREAKING NEWS

જસદણના શીતલીયા રોડ પર સ્કોર્પિયોમાં ધસી આવેલી ટોળકીએ પાવર હાઉસનું કામ અટકાવ્યું

  • October 03, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણના શીતલીયા રોડ પર પાવર હાઉસનું કામ કરતાં કંપનીના કર્મીને સ્કોર્પિયોમાં ઘસી આવેલી ટોળકીએ આ જમીન મારી છે કામ બંધ કરો કહી ધમકાવી કામ અટકાવ્યું હતું. જે અંગે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.


બનાવ અંગે જસદણના શિતલીયા રોડ પર રહેતાં ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જેઠવા (ઉ.વ.૩૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રઘુ વાઘા કળોતરા (રહે. ગુંદાળા, વિંછીયા) અને પાંચ અજાણ્યાં શખસોના નામ આપ્યા છે.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કૈલાશ ઈન્ફ્રાસ્કચર પ્રા.લી. કંપનીમા ફરજ બજાવે છે. ગઈકાલે તે ગુંદાળા ગામે આવેલ સર્વે નંબર ૨૧૩ પૈકી ૨ ની જમીન કંપનીએ ભાડા પેટે લિધેલ હોય અને આ જમીનમા પાવર હાઉસ બનાવવાનુ કામ શરૂ છે. ત્યાં બપોર સમયે કંપનીના માણસો કામ કરતા હતાં અને ફરીયાદી પણ ત્યા હાજર હતાં. ત્યારે ગુંદાળા ગામના રઘુ કળોતરા એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી નં.જીજે-36-એએલ-8008 લઈને ઘસી આવ્યો હતો અને તેમની સાથે બીજા અજાણ્યા પાંચ માણસો પણ સાથે હતાં.


આરોપી રઘુ કળોતરાએ કહ્યું હતું કે, તમે આ બધુ કામ બંધ કરો અને આ જમીન અમારી હોય જેથી બહાર નિકળો તેમ કહેવા લાગી ફરીયાદી અને મજુરોને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને આ રઘુ કળોતરાએ જતા-જતા કહેતા હતા કે, હવે કામ બંધ રાખ જો અને જો ચાલુ કર્યું તો તને જાનથી મારી નાખીશ તેમ કહીને આરોપીઓ સ્કોર્પિયો ગાડી લઈને જતા રહેલ હતાં. જેથી આ અંગે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News