BREAKING NEWS

વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી: છ કારખાનાને નિશાન બનાવ્યા

  • November 14, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સમયાંતરે ત્રાટકી ચોરીના બનાવને અંજામ આપી તરખાટ મચાવે છે. અગાઉ ચડ્ડી બનિયાધારી ગેંગના સભ્યો સામે રાજકોટમાં ગુજસીટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. ત્યારે ચડ્ડી બનિયાધારી ગેંગે ફરી દેખા દીધી છે.


શહેરના વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા ૬ કારખાનાને મોઢે બુકાની બાંધી આવેલી ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ શખસોએ નિશાન બનાવ્યા હતા. જેમાંથી એક કારખાનામાં રૂ.૫૦ હજારની ચોરી કરાઈ હતી. જયારે અન્ય પાંચના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. પાંચ તસ્કરો સીસીટીવીમાં કેદ થતાં પોલીસ દ્વારા આ ફુટેજના આધારે ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


તાલુકા પોલીસે આ મામલે વાવડી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંગેલકૃપા એન્ટરપ્રાઈઝ કારખાનું ચલાવતાં ચિરાગ ગીરીશભાઈ માલવીયા (ઉ.વ.૩૭, રહે. પરિવાર પાર્ક મવડી ફાયર બ્રિગેડ રોડ) ની ફરિયાદ ગુનો દાખલ કર્યો હતો. ચિરાગભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના કારખાનામાંથી ચડ્ડી બનિયાનધારી ગેંગ રૂા.પ૦ હજારની રોકડ ચોરી ગઈ હતી. જયારે બાજુમાં કારખાનું ધરાવતાં હાર્દિકભાઈ સોરઠીયાના કૈલાસ ઈન્ડસ્ટ્રીઝ, પુનિતભાઈ ભાલોડીયાના મારૂતી ટેકનોલોજી, અનિલભાઈ ખુંટના યુગ એન્જીનિયરિંગ, પ્રવિણભાઈ ફાચરાના આરતી ઈન્ડસ્ટ્રીઝ અને રજનીભાઈ સાવલીયાના રૂદ્ર ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પણ તાળાં તોડી, ચોરીનો પ્રયાસ કરાયો હતો. ચડ્ડી-બનિયાનધારી ગેંગના પાંચ શખસો સીસીટીવીમાં ફૂટેજમાં નજરે પડયા હતાં. પોલીસે આ ફૂટેજના આધારે ચડ્ડી બનિયાધારી ગેંગેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application