BREAKING NEWS

ઘંટેશ્વર પાસે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી

  • October 11, 2025 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક ગ્રીન લીફ હોટલ પાસે ગુલમહોર વુડસ કન્ટ્રક્શન સાઈટની ઓફિસમાં રાત્રિના ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. અહીં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો? જોકે કોઈ રકમ ગઈ ન હતી.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ત્યારે પોલીસે વાયરલ થયેલા આ ફૂટેજના આધારે ચડ્ડી બનીયાનધારી ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે ગ્રીન લીફ હોટલ નજીક ચડ્ડી બનિયાનધારી ટોળકી રાત્રિના આંટાફેરા કરતી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જે અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસ તથા એલસીબી ઝોન 2 ની ટીમ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલી વિગતો મુજબ અહીં ગ્રીનલેફ હોટલ પાસે ગુલમહોર વુડસ નામની કન્ટ્રક્શન સાઇટની ઓફિસમાં રાત્રિના ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી હતી અને ઓફિસમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમને કોઈ મત્તા હાથ લાગી ન હતી.


વાયરલ થયેલા વીડિયોમાં પાંચ થી છ શખસો નજરે પડ્યા હતા. દિવાળીના તહેવારની ગણતરીના દિવસો બાકી હોય તહેવાર પૂર્વે જ શહેરમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકતા તહેવાર દરમિયાન ચોરીના બનાવો ન બને તે માટે શહેર પોલીસ સજાગ બની છે અને વાયરલ થયેલા આ ફૂટેજના આધારે ચડ્ડી બનિયાનધારી ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application