BREAKING NEWS

ટેલીગ્રામમાં જાહેરાત જોઈ રોકાણ કરનાર યુવતી સાથે .6.60 લાખની ઠગાઈ

  • October 28, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

19 હજારના 20 હજાર મળતા લાલચમાં વધુ કમાવવા જતા ફસાયા અને મૂડી કે વળતર કઇ ન મળતા સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ




રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મહેનત વગર ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત વાંચી નવલનગર ની યુવતીએ પહેલા ૧૯ હજારનુ રોકાણ કરી ૨૦ હજાર વળતર મળતા વધુ લાલચે કટકે કટકે ૬.૬૦ લાખનું રોકાણ કર્યા બાદ તે મૂડી વળતર કે રોકેલ નાણા પરત નહી મળતા છેતરાયાનું ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા નવલનગર શેરી નંબર ૮ માં રહેતા આશાબેન મનસુખભાઈ હરીપરા ઉંમર વર્ષ ૩૫ વાળાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા ૨૫/૬/૨૦૨૫ તેમના ટેલિગ્રામમાં વીસમાયારરૂ૫ નામથી એક અજાણી વ્યક્તિનો મેસેજ આવ્યો હતો અને ઘરે બેઠા જોબ કરીને રૂપિયા કમાવવાની ઓફર આપી હતી. આ લલચામણી ઓફરમાં વધુ રસ જાગતા આશાબેને માહિતી વધુ માહિતી મેળવી હતી.


તે વેળાએ સામેવાળા વ્યક્તિએ સમજાવ્યું હતું કે, એન.બી.સી.સી નામની કંપની સરકારી આવાસ યોજનાની કંપની છે જેમાં રૂપિયાનું રોકાણ કરવાથી બે કલાકમાં સારું એવું રિટર્ન મળશે,જેથી આશાબેને ૧૯ હજારનું રોકાણ કર્યું હતું જેના બે કલાક બાદ ચેક કરતા બદલામાં ૨૦ હજાર વળતર પરત મળ્યું હતું, જેથી વધુ રોકાણ કરીને વધુ કમાવાની લાલચમાં આશાબેને કટકે કટકે કુલ ૬.૬૦ લાખનું રોકાણ કર્યું હતું.


આ રોકાણ કર્યા બાદ મૂળી અને વળતર પરત નહીં મળતા પોતાની સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવતા આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ એમ એ ઝણકાત ચલાવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application