બરવાળા ગામમાં મમ્મી સાથે નાની ખાડમાં કપડા ધોવા ગયેલી ૧૦ વર્ષની બાળકીનો પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. મોરબીના બરવાળા ગામના રહેવાસી તનુબેન રાજુભાઈ દેલવાડીયા (ઉ..૧૦) નામની બાળકી ગત તા. ૨૨ ના રોજ બપોરે મમ્મી સાથે બરવાળા ગામમાં પાણીની નાની ખાડમાં કપડા ધોવા ગઈ હતી અને અકસ્માતે પગ લપસી જતા પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું મોરબી તાલુક પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં કૂવામાં ડૂબી જતાં સગીરાનું મોત રાણેકપર ગામની સીમમાં વાડીએ આવેલ કુવાના પાણીમાં પડી જતા કુવામાં ડૂબી જતા ૧૫ વર્ષની સગીરાનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ દાહોદના વતની હાલ વાંકાનેરના રાણેકપર ગામની વાડીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની ૧૫ વર્ષની દીકરી રેનાબેન કનીયાભાઈ પસાયા ગત તા. ૨૨ ના રોજ સવારના ૯ વાગ્યાના અરસામાં વાડીએ કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને સગીરાને મૃત જાહેર કરી હતી વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી સગીરા અકસ્માતે કુવામાં ખાબકી હતી કે બનાવ આપઘાતનો છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે