BREAKING NEWS

બાબલા ચોક કા રાજાના ગણેશ મહોત્સવમાં ભવ્ય મહા આરતી આયોજન કરવામાં આવ્યું

  • September 16, 2026 09:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી: શહેરના બાબલા ચોક ખાતે યોજાઈ રહેલા ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ બાપાની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા આરતીમાં વકીલ મંડળના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહી આરતી અને દર્શનનો લાભ લીધો હતો.ગણપતિ બાપાની મહા આરતી દરમિયાન ઉપસ્થિત શ્રદ્ધાળુઓ દ્વારા ધાર્મિક ભાવના સાથે આરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌ માટે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાબલા ચોક કા રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા વકીલ મંડળના સદસ્યોનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મહા આરતી દરમિયાન બાબલા ચોક ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application