BREAKING NEWS

રાજકોટમાં તા.૧૯ નવેમ્બરે બોલિવુડ સિંગર સચેત અને પરંપરાની ભવ્ય મ્યુઝિકલ નાઇટ

  • November 13, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની ૫૨-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આગામી તા.૧૯ને બુધવારના રોજ રાત્રે ૮ કલાકે, કવિ રમેશ પારેખ રંગ દર્શન, ઓપન એર થીએટર, રેસકોર્ષ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ કેબિનેટ મંત્રી તથા રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દ હસ્તે કરવામાં આવશે.

વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ' એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતા ઉપસ્થિત રહેશે.


અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ મહાપાલિકાના કાર્યક્રમોમાં કે.કે., શ્રેયા ઘોષાલ, કૈલાસ ખેર, કુમાર શાનુ, અલ્કા યાજ્ઞિક, ઉદિત નારાયણ, અભિજિત જેવા સુપ્રસિધ્ધ સિંગર કલાકારો આવતા હતા પરંતુ હવે લોકોની પસંદગી જાણવા કે પૂછવાને બદલે મહાપાલિકા તંત્ર પોતાને અનુકૂળ આવે તેવા કલાકારોને આમંત્રિત કરવા લાગ્યું છે. રાજકોટમાં નામાંકિત સુપ્રસિદ્ધ સિંગર આવતા તે જમાનો ગયો હવે વીતી ચૂક્યો છે તેનો રાજકોટવાસીઓને ભારે અફસોસ છે.


સચેત અને પરંપરાના ગીતોની ઝલક

-રામ સિયા રામ સિયા રામ જય જય રામ............

- હર હર મહાદેવ શંભુ...

- ચુરા લિયા હે............

- તુ મેરી જિંદગી.........

- દિવાની..................

- બેખયાલી................

- ઓ માઈયા મેનુ યાદ આવે....

- જા રાંઝણ રાંઝણ..............

- મેરે સોનિયા..................



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application