BREAKING NEWS

બોટાદના ખંભાળા ગામે 1.28 કરોડનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો

  • February 10, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડમાં અલગ અલગ રાજ્યો માંથી જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાનું નેટવર્ક મોટા પ્રમાણમાં ધમધમી રહ્યું હોય બીજી તરફ સ્ટેટ મોનેટરીંગ સેલ આવા દારૂના રેકેટને ધ્વસ્ત કરવા બાજ નજર રાખી રહી છે ત્યારે એસએમસીની ટીમે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખંભાળા નજીક વિદેશી દારૂનું કટિંગ થતું હતું એ વેળાએ જ સ્ટેટમોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી ૧,૨૮ કરોડની કિંમતની ૧૬૮૨૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો અને પાંચ ઝડપી 1.80 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ઇન્ચાર્જ બીજેપી ડોક્ટર કે એલ એન રાવ ના સીધા માર્ગદર્શન હેઠળ નિર્લિપ્ત રાયના વડ પણ હેઠળ એસ.પી મયુર ચૌહાણની રાહબરિમા એસએમસીની ટીમે બોટાદના બરવાળા તાલુકાના ખંભાળા ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પીએસઆઈ વી.એન. જાડેજા અને ટીમે દરોડો પાડ્યો હતો.


એસએમસીએ દરોડો પાડતા જ બુટલેગરો નાસી છૂટ્યા હતા જ્યારે ટ્રકની તલાશી લેતા અંદરથી પંજાબ પ્રાંતનો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ૧૬,૮૨૦ બોટલ કિંમત રૂપિયા 1,28, 84, 700નો તેમજ પાંચ જેટલા વાહનો મળી કુલ એક એસી1,80, 95, 200નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ કરી હતી.


તે દરમિયાન દારૂનો જથ્થો બરવાળાના ખંભાળાના હિતેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો અનકુભાઈ ખાચર અને ભાગીદાર ગઢડાના રાયપરના વિજયભાઈ રવુભાઈ બોરીચાનામના શખસએ મંગાવ્યાનું ખુલતા કુલ નવ આરોપીઓ સામે બરવાળા પોલીસ મથકમાં એસએમસીએ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application