અફઘાનિસ્તાનમાં નવો કાયદો: ગુનાની ગંભીરતાને બદલે આરોપીની સામાજિક સ્થિતિના આધારે સજા
તાલિબાન દ્રારા ઘડવામાં આવેલ નવી દડં સંહિતા પતિઓને તેમની પત્નીઓ અને બાળકોને શારીરિક સજા કરવાની મંજૂરી આપે છે, જો કે તેના પરિણામે હાડકાં તૂટે કે ગંભીર ઈજાઓ ન થાય તે ધ્યાન રાખવું પડશે. સંગઠનના સર્વેાચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદા દ્રારા હસ્તાક્ષર કરાયેલ આ ૯૦ પાનાનો નવો કાયદો મહિલાઓનું રક્ષણ કરતા અગાઉના કાયદાઓને રદ કરે છે. નવી જોગવાઈઓ અનુસાર, જે પતિ તેની પત્નીને ગંભીર ઈજા પહોંચાડે છે અથવા ફ્રેકચર કરે છે તેને વધુમાં વધુ ૧૫ દિવસની જેલની સજા થઈ શકે છે. સજા ત્યારે જ શકય છે યારે ક્રી કોર્ટમાં હિંસા સાબિત કરી શકે. ક્રી સંપૂર્ણપણે ઢંકાયેલી રહેવી જોઈએ અને ન્યાયાધીશને પોતાની ઈજાઓ બતાવવી જોઈએ. તેના પતિ અથવા પુષ વાલીએ પણ કોર્ટમાં તેની સાથે હાજર રહેવું જોઈએ.
કાયદો મહિલાઓની હિલચાલ પર પણ પ્રતિબધં મૂકે છે. એક પરિણીત મહિલા જે તેના પતિની પરવાનગી વિના સંબંધીઓને મળવા જાય તેને ત્રણ મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. દડં સંહિતાની કલમ ૯ અફઘાન સમાજને ચાર વર્ગેામાં વહેંચે છે – ધાર્મિક વિદ્રાનો (ઉલામા), ઉચ્ચ વર્ગ (અશરફ), મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ. આ સિસ્ટમ હેઠળ, ગુનાની પ્રકૃતિ અથવા ગંભીરતાને બદલે આરોપીની સામાજિક સ્થિતિના આધારે સજા નક્કી કરવામાં આવશે.
જો કોઈ ધાર્મિક વિદ્રાન ગુનો કરે છે, તો તેમને ફકત કાઉન્સેલિંગ કરવામાં આવશે. ઉચ્ચ વર્ગના સભ્યને કોર્ટમાં બોલાવીને કાઉન્સેલિંગ કરવામાં આવશે. મધ્યમ વર્ગના વ્યકિતને તે જ ગુના માટે કેદની સજા થઈ શકે છે, યારે નીચલા વર્ગના લોકોને કેદ અને શારીરિક સજા થઈ શકે છે. ગંભીર ગુનાઓ માટે, શારીરિક સજા ઇસ્લામિક ધર્મગુઓ દ્રારા આપવામાં આવશે, સુધારાત્મક સેવાઓ દ્રારા નહીં. આ નવો કાયદો
૨૦૦૯ ના મહિલા હિંસા નાબૂદી અધિનિયમને રદ કરે છે, જે અગાઉની સરકાર દ્રારા યુએસના સમર્થનથી લાગુ કરવામાં આવ્યો હતો. ધ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, માનવ અધિકાર સંગઠનો કહે છે કે લોકો આ કાયદા સામે બોલવામાં ડરે છે, ગુ રીતે પણ, કારણ કે તાલિબાને તેની ચર્ચા કરવાને પણ ગુનાહિત બનાવતો નવો આદેશ જારી કર્યેા છે.દેશનિકાલમાં કાર્યરત અફઘાન માનવ અધિકાર સંગઠન, રાવદારીએ સંયુકત રાષ્ટ્ર્ર અને અન્ય આંતરરાષ્ટ્ર્રીય સંગઠનોને ફોજદારી કાર્યવાહી સંહિતાના અમલીકરણને રોકવા માટે તાત્કાલિક તમામ કાનૂની પગલાં લેવા અપીલ કરી છે. મહિલાઓ અને છોકરીઓ વિદ્ધ હિંસા પર યુએનના ખાસ સંવાદદાતા રીમ અલસલીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રકસ પર જણાવ્યું હતું કે નવા કાયદાથી મહિલાઓ અને છોકરીઓ માટે ગંભીર પરિણામો આવશે અને આંતરરાષ્ટ્ર્રીય સમુદાયની હસ્તક્ષેપ કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો