સંચારી રોગ, તમાકુ નિયંત્રણ, રસીકરણ, માતા અને બાળ આરોગ્ય, આયુષમાન કાર્ડ વગેરે અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરી કલેક્ટરએ જિલ્લામાં આરોગ્ય સુધારણા માટેના સૂચનો આપ્યા
જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જાહેર આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સમિતિઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં સંચારી રોગ અટકાયત સમિતિ, જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિ, તમાકુ નિયંત્રણ સમિતિ, ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન (રસીકરણ), ક્વોલીટી એસ્યોરન્સ સમિતિ, ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ, ફાયર સેફટી સમિતિ, જન્મ-મરણ નોંધણીની સમીક્ષા કમિટી તેમજ ટીબી ફોરમના સભ્યો અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં કલેક્ટર ઠક્કરે જિલ્લામાં જાહેર આરોગ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેના સુધાર માટે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
સંચારી રોગ અટકાયત સમિતિની બેઠકમાં જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ આરોગ્ય વિભાગને રોગચાળા અટકાવવા માટે સક્રિય દેખરેખ રાખવા, ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી નિયમિતપણે કરવા તથા સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવા સૂચનો કર્યા હતા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાણીના સ્ત્રોતોની સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
જિલ્લા આરોગ્ય સોસાયટીની ગવર્નીંગ બોડી સમિતિની બેઠકમાં માતા અને બાળ આરોગ્યની સેવાઓ, શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોની તબીબી તપાસ, મમતા દિવસે માતા અને બાળકોના રસીકરણની કામગીરી, માતા અને બાળ આરોગ્યની વિવિધ યોજનાઓ અંગે સમીક્ષા કરવામાં આવેલ.જેમાં લાભાર્થીઓને આરોગ્યની સેવાઓ અને યોજનાના લાભો મળી રહે તે માટે જરૂરી સુચના આપવામાં આવેલ.
તમાકુ નિયંત્રણ સમિતિની બેઠકમાં તમાકુના સેવનથી થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.કલેક્ટરશ્રીએ જાહેર સ્થળોએ તમાકુના સેવન પર પ્રતિબંધના કડક અમલ, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ અને યુવાનોમાં તમાકુના વ્યસન સામે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો ઘડવા નિર્દેશ આપ્યા હતા.ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવા પણ જણાવાયું હતું.
ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ ફોર ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અંગેની ટાસ્ક ફોર્સની બેઠકમાં જિલ્લામાં બાળકો અને સગર્ભા માતાઓના રસીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમને વધુ સુદ્રઢ બનાવવા, રસીકરણથી વંચિત રહેલા બાળકો અને માતાઓને શોધી કાઢી તેમને રસીકરણ હેઠળ આવરી લેવા, અને રસીકરણ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે આરોગ્ય કાર્યકરોને સક્રિય થવા જણાવ્યું હતું. દુર્ગમ વિસ્તારોમાં રસીકરણની સુવિધા સુનિશ્ચિત કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.આ ઉપરાંત ન્યુટ્રીશન કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ જિલ્લાના તમામ લક્ષિત લાભાર્થીઓને મળી રહે તે માટે જરૂરી સુચના આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વર્ષ દરમ્યાન કેટલા લોકોના કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા, કેટલા કલેઈમ રજુ થયા અને તે પૈકી કેટલા કલેઈમ રીજેકટ થયા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. જેમાં કલેઈમ રીજેકશન રેશીઓ ઘટાડવા જરૂરી સૂચનો કરવામાં આવેલ.
કલેક્ટર શ્રી તન ઠક્કરે તમામ સંબંધિત વિભાગોને સંકલન સાધીને કાર્ય કરવા અને જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સંબંધીતોને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, સ્વસ્થ સમાજ જ રાષ્ટ્રની પ્રગતિનો પાયો છે અને આ દિશામાં સૌએ સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech