શહેરના લક્ષ્મીવાડી રોડ પર પુત્ર સાથે પગપાળા જતાં પરિણીતાના ગળામાંથી સમડી રૂ. 50 હજારની કિંમતના સોનાના ચેઇનની ચિલઝડપ ગઇ હતી. જે અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લક્ષ્મીવાડી મેઈન રોડ પર હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય પરિણીતા શિલ્પાબેન હિતેશભાઈ માનસેતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૦૭/૦૯/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા દશ વાગ્યે તે તથા તેનો પુત્ર ઘરની બાજુમાં લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ રંગોલી આઇસ્ક્રીમ બાજુ ચાલીને જતા હતા. દરમિયાન રીધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટની સામે રોડ પ૨ આવતા પાછળથી ડબલ સવારીમાં બે શખસો સફેદ કલરનું એક્સેસ મોટર સાયકલ લઇને ધસી આવ્યા હતા મહિલા પાસે આવી વાહન ધીમુ પાડી પાછળ બેઠેલા શખસે મહિલાના ગળામા ઝોંટ મારી પેન્ડલ સાથેનો સોનાનો ચેન આંચકો મારી ઝુંટવી લઇ નાસી ગયા હતા. પરિણીતાએ રૂ. 50 હજારની કિંમતનો નવ ગ્રામ સોનાનો ચેઇન ઝુંટવી જવા મામલે ભક્તિનગર પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી.