આમ તો કહેવત છે કે પ્રેમ આંધળો છે, જેને સત્યાર્થ ઠરાવતો બનાવ ચોટીલાનાં જીવાપર ગામની સીમમાં પ્રેમાંધ પરણીત યુવાન અને સગીરાએ વૃક્ષની ડાળીએ ફાસો ખાઈ આત્મઘાતી પગલું ભરી મોતને ભેટતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની પ્રા વિગત મુજબ ગત. તા. ૩ ના રોજ આકડીયા ગામની સગીર યુવતી ને જીવાપરનો પરણિત યુવાન વિક્રમ જયસુખ ભાઇ પરાલીયા ભગાડી ગયાની પોલીસ ફરિયાદ ગત તા. ૬ના રોજ નાની મોલડી પોલીસમાં નોંધાયેલ જેના બીજા દિવસે સવારે જીવાપરના સીમ વિસ્તારમાં વૃક્ષ સાથે યુવાન અને યુવતી ફાસો ખાઈ લટકતા હોવાની જાણ થતાં નાની મોલડી પીઆઇ એન. એસ. પરમાર તથા સ્ટાફના માણસો દોડી ગયા હતા અને બંન્નેના મૃતદેહને નીચે ઉતારી પીએમની તજવીજ બાદ મૃતદેહોને અંતિમવિધિ માટે પરિવારજનોને સોંપેલ હતા
બંને પરિવારને અંતિમ અરજ, કોઇ કેસ ન કરતા
પોલીસને મોતને ભેટતા પહેલા બંને પ્રેમીઓએ તેમના નામ સાથે લખેલ સુસાઇડ નોટ મળી આવેલ છે. જે અક્ષર આ મુજબ છે. ‘તા. ૬/૧૦/૨૫ને સોમવાર અંમે બંને પોતાની મરજીથી આપઘાત કરવી સી, કોઈના કહેવાથી નઇ કે ધમકીથી નઇ, પોતાની મરજીથી અને બંને પરિવાર કેસ નો કરતા એટલી વીનંતી. જયસુખભાઇ અને વનરાજભાઇ બંને બાજતા નહીં એટલી અમારી નમ્ર વિનંતી છે.’
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે
આમ તો સમાજ માટે આવા કિસ્સા લાલ બત્તી સમાન ગણાય છે. મોબાઇલ ક્રાંતિ બાદ ગામડાઓમા પણ અનેક આવા કિસ્સાઓ અવાર નવાર આવતા રહે છે. ત્યારે ચોટીલા વિસ્તારની આ ઘટનામાં મૃત્યુ ને ભેટેલ યુવાન પચ્ચીસ વર્ષ નો પરણીત હતો જેના ગૃહ સંસારમા તેની પત્ની અને અઢી વર્ષ નો દિકરો નોધારા થયેલ છે, આ તો કેવો પ્રેમ આંધળો તે સવાલ સાથે આ ઘટના અનેક સામાજિકતા સાથે વિચારો માંગી લે છે.