બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એક્ટિવેટ: બીજું તા. 22 ના ઉદ્ભવશે
બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એક્ટિવેટ: બીજું તા. 22 ના ઉદ્ભવશે
November 18, 2025 05:19 AM
બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં શ્રીલંકાને સલગન એરિયામાં ગઈકાલે વહેલી સવારે લો પ્રેસર ઊભું થયું છે અને તે વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધે છે અને તેની અસરના ભાગરૂપે દક્ષિણના રાજ્યોમાં વરસાદનું જોર અને વિસ્તાર વધી ગયો છે.
બંગાળની ખાડીના વર્તમાન લો પ્રેશર ની અસર હજુ થોડા દિવસો જોવા મળશે અને તે પૂરી થાય તે પહેલા જ આગામી તારીખ 22 આસપાસ વધુ એક નવું લો પ્રેસર સાઉથ ઇસ્ટ દિશામાં બંગાળની ખાડીમાં ઊભું થશે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ અત્યારના એક્ટિવેટ લો પ્રેસર કરતાં નવું ઊભું થનારું તારીખ 22 નું લો પ્રેસર વધુ પ્રભાવશાળી અને તાકાતવર રહેશે. આ સિસ્ટમ તારીખ 22 ના બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યા પછી તે વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધશે અને 48 કલાકમાં એટલે કે તારીખ 24 આસપાસ તે તાકાતવર બની જશે.
જમ્મુ કશ્મીર લદાખ સહિતના વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યાં આજે સવારે કાશ્મીરને પ્રભાવિત કરે તેવું એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે હીમવર્ષાના પ્રમાણમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.