BREAKING NEWS

એકાઉન્ટ ભાડે આપવાના ગુનામાં છ માસથી ફરાર ભાણવડ પંથકનો શખસ ઝડપાયો

  • June 05, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લોધીકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાઈબર પ્લોટના ગુનામાં છ માસથી નાસ્તા ફરતા ભાણવડના વેરાડ ગામે રહેતા શખ્સને રાજકોટ એલસીબી ની ટીમે ઝડપી લીધો છે. એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ કરવાના ગુનામાં બે આરોપી સામે ફરિયાદ થયા બાદ હાલના આરોપીનું તપાસ દરમિયાન નામ ખુલ્યુ હતું.
પ્રા વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ જે.પી. રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે લોધિકા નોંધાયેલા છેતરપિંડી, આઇ.ટી.એકટના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપી શ્યામ ઉર્ફે અંકિત મનસુખભાઈ ખાંટ (ઉ.વ.૩૦ રહે. મૂળ વેરાડ તા. ભાણવડ, હાલ ઘંટેશ્વર તુલસી બંગલોઝ, રાજકોટ) ને લોધિકા તાલુકાની માખાવડ ગામની ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોધિકા પોલીસ મથકના એએસઆઇ ગોપાલભાઈ ધાધલ દ્રારા ગત તા. ૧૪૧૨૨૦૨૫ ના ક્રિશ દિલીપભાઈ સાકરીયા (રહે. મોટા દડવા) અને નવીન અશ્વિનભાઈ વેકરીયા (રહે. રાજકોટ) વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા એકબીજા સાથે મિલાપીપણું કરી અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડમાં મેળવેલ નાણા સગેવગે કરવા નાણા ટ્રાન્સફર કરાવી પિયા પાંચ લાખ વીડ્રો કરી સાયબર ફ્રોડ કર્યા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન આરોપી શ્યામ ઉર્ફે અંકિત ખાંટનુ નામ ખુલ્યું હતું. આ કામગીરીમાં એલસીબીના પીએસઆઇ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઈન્દ્રજીતસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ, ભગીરથસિંહ, ધર્મેન્દ્રભાઈ અને કોન્સ્ટેબલ રણજીતભાઈ તથા વિજયભાઈ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News