BREAKING NEWS

મહિલાને હોટલમાં લઈ જઈ ગઢેચી વડલાના શખ્સે દુષ્કર્મ આચર્યું

  • November 12, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં રહેતી એક મહિલાને પોતાના પતિ સાથેના નાના-મોટા ઝઘડાને લઈ મનદુ:ખ ચાલતું હોય ગઢેચી વડલા વિસ્તારમાં રહેતા શખ્સે મહિલાને આશ્વસન આપવાના બહાને ફોન કરી નારી ચોકડી બોલાવી હતી. ત્યારબાદ મહિલાને નજીકમાં આવેલી હોટલના રૂમમાં લઈ જઈ ’હવે તુ મારી પાસે આવી ગઈ છો, તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે, જો તેમ નહિ કરે તો હું, તારે મારી સાથે સંબંધ છે, તેમ તારા પતિને કહી દઈશ’, તેમ કહી ધાક-ધમકી આપી  મહિલાને પોતાને તાબે કરી બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચરી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મહિલા દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસે શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
શહેરમાં રહેતી ૩૫વર્ષીય મહિલા દ્વારા શહેરના ગઢેચી વડલા વિસ્તારમાં રહેતા દીપક ભરતભાઈ પરમાર નામના શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવાઈ હતી કે, તેણીને તેના પતિ સાથે નાના-મોટા ઝઘડાથી મનદુ:ખ ચાલતું હતું. દરમ્યાનમાં દીપક પરમારે તેણીને આ બાબતે આશ્વસન આપવાના બહાને ગઈ તા. ૧-૦૯ના રોજ ફોન કરી શહેરના નારી ચોકડી વિસ્તારમાં બોલાવી હોય તેણી ત્યાં જતાં દિપકે હોટલમાં બેસી વાતચીત કરીએ તેમ કહી નારી ચોકડી ખાતે આવેલી રોયલ હોટલના રૂમમાં લઈ ગયો હતો. રૂમમાં લઈ ગયા બાદ દિપકે દરવાજો બંધ કરી ’તુ હવે મારી પાસે આવી ગઈ છો, તારે મારી સાથે શરીર સંબંધ બાંધવો પડશે. અને જો તેમ નહિ કરે તો હું, તારા પતિને તારે મારી સાથે સંબંધ છે, તેમ કહી દઈશ.’તેમ કહી ધાક-ધમકી આપી તેણીની ઈચ્છા વિરૂધ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી નાસી છૂટ્યો હતો. મહિલા દ્વારા નોંધવાયેલી ફરિયાદના આધારે પોલીસે દીપક ભરતભાઈ પરમાર સામે ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application