શહેરના કુંભારવાડા, દસનાળા નજીકથી વિદેશીદારૂ ૬૬૦બોટલો અને૧૨૦ બિયરના ટીન મળી કિ.રૂ.૧,૫૭,૦૮૦ અને ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૫,૬૭,૦૮૦ નાં મુદ્દામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કસ્ટાફ ને બાતમીરાહે હકિકત મળેલ કે, સાબીર હબીબભાઇ હોથી રહે કુભારવાડા, ભાવનગર હુન્ડાઇ કંપનીની વની ફોર વ્હીલ નંબર પ્લેટ વગરની માં ગેર કાયદેસર વિદેશી દારૂનો જથ્થો
ભરીને વેંચાણ માટે ભાવનગર-અમદાવાદ હાઇ-વેથી દસનાળા તરફથી કુંભારવાડા થઇ ભાવનગર તરફ આવે છે.
જે બાતમી આધારે દસનાળા થી બક્ષરપાર્ક ચોકડી, અનાજના ગોડાઉન સામે રોડ પર વોચમાં ઉભા રહી બાતમીવાળી ફોર વ્હીલ આવતા તેને અટકાવી વિદેશી દારૂના જથ્થો મળી આવતા સાબીર હબીબભાઇ હોથી (ઉ.વ.૨૮ ધંધો ડ્રાઇવીંગ રહે. મકાન નં.૨૪૪, શેરી નં.૭, મહમદ માજીદની પાછળ, બાથાભાઈનો ચોક, કુંભારવાડા, ભાવનગર)ને ઝડપી લઈ પૂછતાછમાં ઇમરાન ઉર્ફે બોબડી હારૂનભાઇ કાલવા (રહે માણેકવાડી, ભાવનગર)નું નામ ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ પોલીસમાં ઇન્સ એ. આર.વાળા, પોલીસ ઇન્સ પી.બી.જેબલીયા, સ્ટાફના અજીતસિંહ મોરી, અરવિંદભાઇ મકવાણા, કુલદીપસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર અને પ્રનેશભાઇ પંડયા સહીત જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech