BREAKING NEWS

શાપર વેરાવળ પાસેથી પારડીનો શખસ દેશી પિસ્ટલ સાથે ઝડપાયો

  • July 11, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર વેરાવળ ગામ નજીક રેલવે ફાટક પાસેથી પારડીના શખસને ગેરકાયદે દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લેવાયો હતો. આ શખસ હથિયાર કોની પાસેથી લાવ્યો હતો અને સાથે રાખવા પાછળનું કારણ શું? તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય, એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા ગેરકાયદે હથિયાર રાખતા અને વેચાણ કરતા શખસો પર વોચ રાખી વધુમાં વધુ કેસ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જે સૂચનાના અનુસંધાને શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી. રાણાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, વેરાવળ ગામથી પડવલા તરફ જતા રસ્તે રેલવે ફાટક નજીક એક શખસ ગેરકાયદે હથિયાર સાથે આટા મારી રહ્યો છે. જેથી તાકીદે શાપર વેરાવળ પોલીસની ટીમ અહીં પહોંચી હતી. પોલીસે પડવલા ગામ તરફ જવાના રસ્તે રેલવે ફાટક નજીક પ્રકાશ ઉર્ફે પક્કો રણછોડ રણછોડભાઈ પરમાર (ઉવ ૩૧ રહે. શીતળા મંદિર, પારડી, લોધીકા મૂળ રહે. શેખપર ગામ, મુળી, સુરેન્દ્રનગર) ને અટકાવી અગં ઝડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા પોલીસે . ૧૦ હજારની કિંમતનું હથિયાર કબ્જે કરી પ્રકાશ ઉર્ફે પક્કાની ધરપકડ કરી હતી. હથિયાર સાથે ઝડપાયેલો આ શખસ હથિયાર કયાંથી હથિયાર લાવ્યો હતો, પોતાની પાસે હથિયાર રાખવાનું કારણ શું સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કામગીરી શાપર વેરાવળ પીઆઆઈ આર બી રાણા, એએસઆઈ ડી આર સરવૈયા, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઈ ઝાલા, કોન્સ્ટેબલ લગધીરસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, મનુસખભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ શામળા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News