શરીર સબંધી તથા મીલ્કત સબંધી ગુન્હાઓમા સંડોવાયેલ શખ્સની સિહોર પોલીસે પાસા હેઠળ અટકાયત કરી ભુજ ખાતેની ખાસ જેલ હવાલે કર્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય તેમજ પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીયાએ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં આવતા તમામ પોલીસ મથકોમાં મીલ્કત સંબધી અને શરીર સંબધી તેમજ વિદેશીદારૂની પ્રવૃત્તીના ગુન્હાઓને લગતી તેમજ અસામાજીક પ્રવૃત્તીઓમાં સંડોવાયેલ શખ્સો વિરૂધ્ધ દરખાસ્ત કરી પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપેલ.
જે સૂચના મુજબ શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી.ડી.જાડેજા દ્વારા શરીર સબંધી તેમજ મિલ્કત સંબંધી પ્રવૃત્તિઓના ગુન્હાઓમા સંડોવાયેલ શખ્સ વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ, તરફ મોકલી આપવામા આવેલ હતી. જે જીલ્લા મેજીસ્ટ્રેટએ દરખાસ્ત માન્ય રાખતા સોહિલ ઉર્ફે લાલો રફીકભાઇ હબીબાણી (ઉ.વ.૪૨ રહે-શિહોર, મેઈન બજાર હબીબાણી શેરી તા.શિહોર જી.ભાવનગર)ની પાસા હેઠળ અટકાયત કરી તેને ભુજ ખાતેની ખાસ જેલ હવાલે કર્યો હતો. આ કામગીરીમાં શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. બી.ડી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પી.વી.ગોહિલ,હેડ કોન્સ આર.જે. મોરી તથા પો.કોન્સ ધનંજયસિંહ ગોહિલ,પો.કોન્સ મહેશગીરી ગૌસ્વામી,પો.કોન્સ ઘનશ્યામભાઇ હુંબલ,પો.કોન્સ મુકેશભાઇ સાંબડ, પો.કોન્સ લાલજીભાઇ સોલંકી,પો.કોન્સ અશોકસિંહ ગોહિલ તેમજ પો.કોન્સ હરપાલસિંહ સરવૈયા વિગેરે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application