BREAKING NEWS

દુષ્કર્મ-રાયોટ સહિતના ગુનામાં સંડોવાયેલો વાલ્મિકીવાડીનો શખસ પાસાના પિંજરે પુરાયો

  • December 16, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના જામનગર રોડ પર વાલ્મિકીવાડી વિસ્તારમાં રહેતા અને અગાઉ દુષ્કર્મ, રાયોટ સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખસ સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. પ્ર.નગર પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને પાસા હેઠળ વડોદરા જેલહવાલે કર્યો હતો.


પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા વારંવાર ગુના આચરતા શખસો સામે કડક કાર્યવાહી કરવા અપાયેલી સૂચના હેઠળ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ઝોન ૨ રાકેશ દેસાઈ, એસીપી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્ર.નગર પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.આર. વાસાવાએ અગાઉ એકથી વધુ ગુનામાં પોલીસે ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત શખસ સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા(ઉ.વ. ૩૧ રહે. જામનગર રોડ વાલ્મીકી વાડી શેરી નં.૩) વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને મોકલી હતી. કમિશનરે દરખાસ્ત મંજૂરીની મહોર લગાવી આરોપી સામે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. પ્ર.નગર પોલીસને પાસાના વોરંટની બજવણી કરી આરોપી સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલાની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ કરવા તજવીજ હાથ ધરી છે.


આરોપી સાવન ઉર્ફે લાલી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ, ફરજમાં રૂકાવટ, રાયોટ સહિતના પાંચ ગુના નોંધાઇ ચૂકયા છે. પાસાના વોરંટની બજવણીની આ કાર્યવાહીમાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.બી.રાંણીગા, એએસઆઇ રવીભાઇ વાઘેલા, ઇમ્તીયાઝભાઇ, હેડ કોન્સ. જેન્તીભાઇ વાવડીયા, મયુરાજસિંહ જાડેજા, કોન્સ. સાગરભાઇ, ચાપરાજભાઇ ખવડ, તૌફિકભાઇ મંઘરા, રિયાઝભાઇ ભીપૌત્રા, વનરાજભાઇ બોરીચા, તૌફિકભાઇ જુણાચ અને ધર્મેશભાઇ મોણપરા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application