BREAKING NEWS

જૂનાગઢ આઝાદ ચોકમાં બેફામ બાઈકની ઠોકરે વૃદ્ધનું મોત

  • May 01, 2026 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ આઝાદ ચોકમાં બેફામ બાઈકની ઠોકરે વૃદ્ધનું મોત

જૂનાગઢમાં એ ડિવિઝન પોલીસ ચોકી નજીક આઝાદ ચોક વિસ્તારમાં રસ્તો  ક્રોસ કરતા વૃદ્ધને મોટરસાયકલ ચાલકે ઠોકરે ચડાવતા માથામાં ગંભીર ઈજા થવાથી વૃદ્ધનું મોત થયું હતું.બાઈક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. પોલીસે બાઈક ચાલક વિરોધ ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં પૂરપાટ ઝડપે જતા વાહન હડફેટે મોતનો સિલસિલો યથાવત છે. બેકાબુ વાહન ચાલકોને ઝડપવા સ્પીડ ગનથી ઝડપી કાર્યવાહી કરવાના દાવા થઈ રહ્યા હતા. પરંતુ તત્રં દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વૃદ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે વધુ વિગત મુજબ ઝાંઝરડા રોડ પર રહેતા રમણીકભાઈ તન્ના (ઉ.વ.૭૪) આઝાદ ચોકમાં ઝનાના હોસ્પિટલે થી રસ્તો ક્રોસ કરતા હતા તે દરમ્યાન પૂરપાટ ઝડપે જતા મોટરસાયકલ ચાલકે રમણીકભાઈ ને ઠોકરે ચડાવતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા યાં તેનું મોત થયાનું તબીબોએ જાહેર કયુ હતું. બાઈક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. હિટ એન્ડ રનના બનાવો અંગે મૃતકના પુત્ર ભાવેશભાઈ તન્નાએ બી ડિવિઝનમાં અજાણ્યા વાહન ચાલક વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે આસપાસના સીસીટીવી ફટેજ તપાસતા અકસ્માત સર્જનાર દેવ રમેશભાઈ પરમાર હોવાનું માલુમ પડું હતું.બી ડિવિઝન પોલીસે બાઈક ચાલકને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application