લગ્નની લાલચ આપી સંત કબીર રોડ પર રહેતો શખસ તરૂણીને ભગાડી ગયો
લગ્નની લાલચ આપી સંત કબીર રોડ પર રહેતો શખસ તરૂણીને ભગાડી ગયો
May 01, 2026 03:00 PM
રાજકોટ : ભાવનગર રોડ પાસે રહેતી મહિલાની ૧૩ વર્ષની તરૂણીને સંત કબીર રોડ પાસે રહેતો શખસ લમની લાલચ આપી બકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. જે અંગે સગીરાની - માતાએ થોરાળા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ઘરી છે. જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર રોડ પાસે રહેતી મહિલાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંત કબીર — રોડ ભગીરથ સોસાયટીમાં રહેતા ઉદય રમેશભાઈ કાવીઠીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેને સંતાનમાં ૧૩ વર્ષની દીકરી છે. જેને શખસ ઉત્યે મીઠી વાતો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. શખસે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી મળવા બોલાવતો હતો. ગત તા.૨૯/૦૪ ના રાત્રિના ૧૦:૩૦ આસપાસ સગીરા કોઈ કામથી ઘરેથી નીકળી હોય જે થોડો સમય થયા બાદ પણ ઘરે ન આવતા માતાએ આસપાસ તપાસ કરી હતી. સગા સંબંધીના ઘરે પણ પૂછપરછ કરી હતી. દીકરીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉદય નામનો શખસ તેની દીકરીને ભગાડી ગયો છે. આ બાબતે ઉયના ઘરે જઈ તપાસ કરતા તે પણ ઘરે હાજર જોવા મળ્યો ન હતો જે બાબતે શખસના પરિવારને પૂછતા આ અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. આથી સગીરાની માતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં શખસ ઉય તેની દીકરીને પ્રેમાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બધકામ કરવાના ઈરાદે થી પોતાની સાથે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પી.આઈ. એસ.પી. સોઢાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફે સગીરાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.