BREAKING NEWS

શાપર પાસે ગાંજા સાથે મૂળ જૂનાગઢનો શખસ ઝડપાયો: ઓળખ છુપાવવા માથે વીગ લગાવી

  • July 30, 2026 04:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર પોલીસે પડવલા રોડ પર પાવર હાઉસની પાછળ દોઢ કિલો ગાંજા સાથે મૂળ જૂનાગઢના વતની શખસને ઝડપી લઇ રૂ.૧.૧૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દેણું થઇ જતા આ શખસ જૂનાગઢ છોડી શાપર રહેવા આવી ગયો હતો અને ગાંજાનો વેપલો શરૂ કરી દીધો હતો. આ શખસના માથા પર ટાલ હોય પરંતુ ઓળખ છુપાવવા વીગ લગાવી ફરતો હતો. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે અપાયેલી કડક સૂચનાના પગલે શાપર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.રાણા અને ટીમને હકીકત મળી હતી કે, વેરાવળથી પડવલા જતા રોડ પર, પાવર હાઉસની પાછળના ભાગે ગાત્રાળ પાનની દુકાન સામે એક ટાલવાળો શખસ બાઈક પર બેસીને ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આરોપીએ પકડાઈ ન જવા માટે માથામાં વીગ પહેરીને વેશપલટો કર્યો હતો. પોલીસે તેને રંગેહાથ ઝડપી પાડી, તેની પાસેથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૫૯૪ ગ્રામ રૂ. ૭૯,૭૦૦ અને એક બાઈક, મોબાઈલ મળી કુલ રૂ.૧.૧૧ લાખનો મુદામાલ કબ્જે કરી સલીમ ઉર્ફે હનીફ હમીર હીંગોરા (ઉ.વ.૪૪,શાપર, શાંતિધામ સોસાયટી, શેરી નં. ૬, મૂળ જૂનાગઢ) ને ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં આરોપી સુરતથી ચારેક કિલો ગાંજો લાવ્યો હતો. જેમાંથી બે કિલો ગાંજો વેચી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ કામગીરીમાં શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણાની રાહબરીમાં પીએસઆઇ આર.ડી.સોલંકી, એએસઆઈ દિવ્યરાજસિંહ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઈ ધાધલ, દિનેશભાઈ ખાટરીયા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News