BREAKING NEWS

પીઠડિયા પાસે ૧૩૦૯ બોટલ વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લીધો: બે છનન

  • July 10, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂરલ એલસીબી દ્રારા પીઠડિયા ગામ પાસેથી પાયલોટિંગ કરતી ક્રેટા અને દારૂ ભરેલી ઇનોવા કારમાં ૧૩૦૯ બોટલ વિદેશી દારૂ સાથે એક શખસને ઝડપી લીધો છે. બે ભાગી છુટયા હતાં.
પ્રા વિગતો મુજબ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાયના માર્ગદર્શન તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લ ાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના દારૂ–જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશોના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઠડીયા ગામથી આગળ ખોડીયાર હોટલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ ગોંડલથી જેતપુર તરફ જઈ રહેલી જીજે–૨૧–બીસી–૯૨૯૫ નંબરની ટોયોટા ઇનોવામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો અને તેની આગળ જીજે–૦૩–એમએચ–૦૦૫૪ નંબરની હ્યુન્ડાઈ ક્રેટા પાયલોટિંગ કરી રહી હતી.
પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કરતાં ઇનોવામાંથી એક અને ક્રેટામાંથી બે શખ્સો ભાગવાનો પ્રયાસ કર્યેા હતો. પોલીસે પ્રિન્સ કુરજીભાઈ પરમાર (રહે. પ્રમુખનગર, ગોંડલ)નો ૧,૩૦૯ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂા. ૩,૪૩,૩૯૮), રોકડ રૂા.૨,૫૦૦, ત્રણ મોબાઇલ ફોન (કિંમત રૂા.૧૫,૦૦૦), હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત રૂા.૫ લાખ) અને ટોયોટા ઇનોવા કાર (કિંમત રૂા.૧૦ લાખ) સહિત કુલ રૂા. ૧૮,૬૦,૮૯૮ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જયારે નાસી છૂટેલા વિશાલ રમેશભાઇ સાકરીયા (રહે. બિલિયાળા) અને જોરૂ મનુભાઇ પટીગીર (રહે. નોલી, તા.સાયલા)ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર સફળ કામગીરી એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી તેમજ એલસીબીની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુકત રીતે પાર પાડી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application