જેતપુર પંથકના ગામમાં ઘરમાં ઘૂસી પરિણીતા પર નિર્લજ્જ હુમલો કરાયો
જેતપુર પંથકના ગામમાં ઘરમાં ઘૂસી પરિણીતા પર નિર્લજ્જ હુમલો કરાયો
September 10, 2026 10:27 AM
જેતપુરમાં ઘરના રસોડામાં ઘુસી પરિણીતા પર તબેલા સંચાલકે નિર્લજ્જ હુમલો કર્યો હતો. જે અંગે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે જેતપુરમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયરાજ જીવકુ માંકડ (રહે. જેતપુર) નું નામ આપ્યું છે. પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી પતિ અને સાસુ-સસરા સાથે રહે છે. તેણીના પતિ પશુપાલનનુ કામ કરે છે. તેમજ સંતાનમા બે વર્ષની એક દિકરી છે. ગઈ તા.૦૭ ના સવારના આશરે સાડા સાતેક વાગ્યનું આસપાસ તેણી ઘરે રસોડામા હતી. જ્યારે પતિ અને સાસુ સસરા કામ ધંધા અર્થે બહાર ગયેલ હતા. તે વખતે જયરાજ માંકડ જેનો તબેલો તેણીના તબેલાની પાસે આવેલ હોય તે ઘરની બહાર આવ્યો હતો. ઘરની ડેલી ખખડાવતા તેણીએ ઘરની ડેલી ખોલી જયરાજને પૂછેલ કે, તમે શું કામ માટે આવેલ છો, અત્યારે મારા પતિ કે કોઈ ઘરે નથી તો તમે જાવ પરંતુ તે ઘરના રસોડામા ઘુસી ગયેલ હતો.ફરીયાદીએ આરોપીને ઘરની બહાર જવાનુ કહેતા તે કઈ બોલ્યા વગર તેણીને ગાલ ઉપર કિસ કરી અને છાતીના ભાગે સ્પર્શ કરી ભાગી ગયો હતો. થોડી વાર બાદ તે પરત આવેલ જેથી તેણી દોડીને બહાર જતી રહેલ હતી અને બાજુમા રહેતા પાડોશીના ઘરે ગયેલ અને તેમના ફોનમાથી પતિને ફોન કરી જણાવેલ કે, આપણા તબેલાની બાજુમા જેનો તબેલો છે તે જયરાજ હું એકલી હતી ત્યારે આપણા ઘરમા ઘુસી ગયેલ અને મને કિસ કરી અને છાતીના ભાગે સ્પર્શ કરી ભાગી ગયો હતો. થોડીવારમા તેણીના પતિ ઘરે આવ્યાં બાદ તેઓને બનાવ અંગે જાણ કરતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ