BREAKING NEWS

જે દવા ભારતમાં રૂા.૩૫માં મળે તેના માટે અમેરિકામાં ૮૫,૦૦૦ ચૂકવવાના

  • July 04, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા જેવા વિકસિત દેશમાં સામાન્ય નાગરિકો માટે તબીબી સારવાર અને દવાઓ અતિશય મોંઘી છે તે બાબત જગજાહેર છે જ.તેનો એક જીવતો જાગતો પુરાવો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક અમેરિકન મહિલાએ ઇન્સ્ટાગ્રામ વીડિયો દ્રારા યુએસએ ની મોંઘી હેલ્થકેર સિસ્ટમનો ભાંડો ફોડો છે અને દાવો કર્યેા છે કે અમેરિકામાં મેડિકલના નામે સામાન્ય લોકોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે, જેમાં જણાવાયું છે કે જે દવા ભારતમાં .૩૫માં મળે તેના માટે અમેરિકામાં ૮૫,૦૦૦ ચૂકવવા પડી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર 'લિઝ' નામની એક અમેરિકન મહિલાએ એક વીડિયો શેર કર્યેા છે, જે હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લિઝે તેના વીડિયોમાં પોતાની માસી ની તબીબી સ્થિતિ અને તેમની દવાઓના ખર્ચનો ઉલ્લેખ કર્યેા છે. તેણે જણાવ્યું કે, જે ખાસ દવા તેના માસી માટે અમેરિકામાં ૯૦૦ ડોલર (આશરે ૮૫,૦૦૦ પિયા) માં મળે છે, તે જ દવા ભારતમાં માત્ર ૩૦ સેન્ટ (આશરે ૩૫ પિયા) માં સરળતાથી ઉપલબ્ધ છે.ભારતની સરખામણીમાં આપણા દેશમાં આપણને લૂંટી લેવામાં આવે છે. ભારત દુનિયાભરમાં સૌથી સસ્તી અને શ્રે દવાઓ પૂરી પાડતા દેશોમાંથી એક છે. યારે અમેરિકામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામાન્ય લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને અઢળક નફો કમાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application