દ્વારકાધીશ મંદિર ખાતે ફુલડોલ ઉત્સવના આયોજનની પૂર્વતૈયારીઓ અંગે દ્વારકામાં બેઠક યોજાઇ
દ્વારકાધીશ મંદિર ખાતે ફુલડોલ ઉત્સવના આયોજનની પૂર્વતૈયારીઓ અંગે દ્વારકામાં બેઠક યોજાઇ
February 25, 2026 10:08 AM
દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ઉપલક્ષમાં ઉત્સવના આયોજનની પૂર્વતૈયારીઓ અંગે દ્વારકા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને દ્વારકા મંદિર વહીવટદારની કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
બેઠકમાં બહોળી સંખ્યામાં પધારતા પદયાત્રિકો માટે સલામતી, સાઇન બોર્ડ, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા વગેરે પૂર્વતૈયારીઓની વિગતો મેળવી સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં મંદિર વહીવટદાર, પૂજારીઓ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...