ભાવનગર શહેર નજીક આવેલા બુધેલ ગામે લાખણકા-બુધેલ ચોકડીએ હાઇવે રોડ ક્રોસ કરવા જતા ભાવનગર તરફથી આવતી ઇકો કારે દંપત્તિને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા ૧૦૮ એમ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થવા પામ્યું હતું. વરતેજ પોલીસમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઘોઘા પોલીસ મથક ખાતે વરતેજ પોલીસ ખાતે સંજયભાઈ રતિલાલ સરવૈયા (ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે.હાલ બાડી ગામ, મુન્નાભાઈ ઘોહાભાઇ આહીરની વાડીમા ઇટુના ભઠ્ઠે, મુળ ગામ કોળીયાક વન વિસ્તાર નિષ્કલંક રોડ તા. ઘોઘા) વાળાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, સંજયભાઈના બાપુજી રતિલાલ દેવજીભાઈ સરવૈયા અને બા રમાબેન બન્ને ટીવીએસ સ્કૂટર લઇ ઘરેથી વાળુકડ પાસે આવેલા સમઢીયાળા ગામે સબંધીને ત્યાં ખરખરાના કામે ગયા હતા. ત્યારે બુધેલ ગામે લાખણકા-બુધેલ ચોકડીએ હાઇવે રોડ ક્રોસ કરવા જતા ભાવનગર તરફથી આવતી એક ઇકો કારે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો. અને બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બનાવ સમયે ફરિયાદીના કુટુંબીભાઈ દિપક બાડીથી બુધેલ ગામે આવવા નીકળ્યા હતા. તે વેળાએ બનાવ સ્થળે પહોંચી ૧૦૮ એમ્બુલન્સમાં સર.ટી.હોસ્પીટલ ભાવનગર સારવારમાં લઇ ગયા હતા. છે. જે અકસ્માતમાં રતિલાલને ગંભીર ઇજાઓ થવાના કારણે SICU વોર્ડમા દાખલ કરેલ હતા. અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી. અને બેભાન હાલતે હતા. જ્યારે રમાબેનને જનરલ વોર્ડમા દાખલ કરેલ હતા. જેઓને ડાબા પગે નળાના તથા કપાળના ભાગે તથા ડાબી આંખે તથા જમણી આંખે તથા મોઢની અંદર ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તમામ જગ્યાએ ટાંકા લીધેલ હતા. અને હાથે કોણીના ભાગે છોલાણ થયેલ હતુ. જ્યાં સારવાર દરમિયાન રતિલાલને માથાના ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમ્યાન ગત તા. ૧૮/૦૧/૨૦૨૪ ના રોજ ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કરાયા હતા. જે અંગે પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વરતેજ પોલીસ મથકમાં ઇકો કારના ચાલક સામે પોતાની કાર પુરઝડપે, બેફીકરાઇથી ગફલત ભરીરીતે માણસની જીંદગી જોખમાય તેવી રીતે ચલાવી ફરિયાદીના બા-બાપુજીને અડફેટે લેતા બાપુજીનું સારવાર દરમિયાન અવસાન થતા કાર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વરતેજ પોલોસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech