રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ગોંડલ શહેરમાં રહેણાક સોસાયટીઓની શેરીઓમાં એકલી નીકળતી મહિલાઓને પેટ તથા છાતીના ભાગે મુક્કો મારી અડપલાં કરી ભાગી જતા આધેડને ઝડપી પાડો છે. એલ.સી.બી. ટીમે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી એકિટવા તથા મોબાઇલ સહિત કુલ રૂા. ૬૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા છે અને બે વર્ષ જૂના વણઉકેલાયેલા કેસ સહિત બે બનાવોનો પર્દાફાશ કર્યેા છે. ગત તા. ૧૨–૮–૨૦૨૬ના રોજ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સાંજના સમયે એક મહિલા પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ગ્રે કલરના એકિટવા પર આવેલા એક અજાણ્યા ચાલકે મહિલાને છાતીના ભાગે ધબ્બો મારી નિર્લ હત્પમલો કર્યેા હતો અને નાસી છૂટો હતો. આ અંગે બી–ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આશરે બે વર્ષ પહેલાં પણ ગોંડલના મહાદેવવાડી વિસ્તારમાં એક મહિલા પર આ જ પ્રકારે હત્પમલો કરી છેડતી કરવામાં આવી હતી, જે અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બંને ગુના વણઉકેલાયા હતા. રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિ રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પીઆઈ જે.પી. રાવ અને તેમની ટીમે તપાસ હાથ ધરી બનાવ સ્થળની આજુબાજુના તેમજ આરોપીના ભાગવાના ટના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. ખાનગી બાતમીદારો અને હ્યુમન સોર્સ મારફતે મળેલી સચોટ બાતમીના આધારે ગોંડલ–જેતપુર રોડ ત્રણ ખૂણીયા પાસેથી શંકાસ્પદ એકિટવા સાથે ઉભેલા ઇસમની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ બંને ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીનું નામ ચેતન રામજીભાઈ રૈયાણી (ઉં.વ. ૫૨) છે, જે ગોંડલ–જેતપુર રોડ પર ત્રણ ખૂણીયા પાસે આવેલા રવિ બંગલોઝમાં રહે છે. પોલીસે આરોપી પાસેથી રૂા.૫૦,૦૦૦ની કિંમતનું હોન્ડા એકિટવા (ન.ં જીજે–૦૩–એચએસ–૮૧૬૫) અને રૂા.૧૦,૦૦૦ની કિંમતનો એક મોબાઇલ ફોન મળીને કુલ રૂા.૬૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા છે.