સંત કબીર રોડ પર આવેલી શાળાએ ટયુશન કલાસમાં ગયેલી ધો. ૧૦ માં અભ્યાસ કરનાર ૧૫ વર્ષની સગીરા ઘરે પરત ન ફરતા પિતાએ શાળાએ જઈ તપાસ કરતા સગીરા ક્લાસ પુરા કરી ઘરે જવા નીકળી ગઇ હોવાનું જાણવા મળ્યુ હતું. પિતાએ જાતે તપાસ કર્યા બાદ તેના જ વિસ્તાર ગંજીવાડામાં રહેતો શખસ સગીરાને બાઇકમાં બેસાડી ભગાડી ગયાનું માલુમ પડયું હતું. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી રાત્રીના જ બંનેની શોધી કાઢયા હતાં. પુછતાછમાં સગીરાને ભગાડી જનાર પણ ૧૭ વર્ષનો સગીર હોવાનું માલુમ પડયું હતું.
ભાવનગર રોડ પાસેના વિસ્તારમાં રહેતા યુવકે થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે તેના વિસ્તારમાં રહેતા શખસનું નામ આપી જણાવ્યું હતું કે તે તેની દીકરીને ગત તા.૧૯ ના રોજ બપોરે બે વાગ્યે સંત કબીર રોડ પર આવેલી શાળામાં ચાલતા ટ્યુશનમાં મૂકીને ઘરે પરત ફરી ગયો હતો. દરરોજની જેમ સાંજના ચાર વાગ્યે સગીરા ટ્યુશનમાથી છુટી જતી હોય છે. પરંતુ તા.૧૯ ના રોજ સગીરા ટ્યુશનમાંથી પરત ન ફરતા યુવકે તેના નાના ભાઈને જાણ કરી શાળાએ જઈ તપાસ કરતા શિક્ષકે જણાવ્યું હતું કે, બધા બાળકો ચાર વાગ્યે છૂટીને ઘરે પરત ફરી ગયા છે.આથી યુવક અને તેના નાના ભાઈએ સગા સંબંધીના ઘરે તપાસ કરતા ત્યાં પણ ન હોવાનું માલુમ પડ્યું હતું.
બાદમાં વિસ્તારમાં તપાસ કરતા તેમના જ વિસ્તારમાં રહેતો શખસ સગીરાને શાળા નજીક પોતાની મોટર સાયકલમાં બેસાડી સાથે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી ચિંતાતુર પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધો.૧૦ ની વિદ્યાર્થિનીની અપહરણના બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી તથા ટીમે તપાસ હાથ ધરી રાત્રીના જ અપહ્યુત સગીરા અને તેને ભગાડી જનારને પોલીસે શોધી કાઢયા હતાં. પોલીસે આ શખસની પુછતાછ કરતા તે પણ ૧૭ વર્ષનો સગીર હોવાનું માલુમ પડયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application