BREAKING NEWS

રાજકોટમાંથી ગાંજાના જથ્થા સાથે મૂળ ધોરાજી વતની શખસ ઝડપાયો

  • October 14, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મૂળ ધોરાજીના વતની અને હાલ રાજકોટમાં હુડકો ચોકડી પાસે રહેતા શખસના મકાનમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી અહીંથી ૯૯૯.૬૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સાથે ઝડપાયેલા શખસની પુછતાછ કરતા તે જુનાગઢથી માલ લાવી અહીં છુટકમાં વેચાણ કરતો હોવાનું માલુમ પડયું છે. ત્યારે આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની સૂચના હેઠળ નશાના દુષ્ણને ડામવા પોલીસ અસરકારક કામગીરી કરી રહી છે. જેના અનુસંધાને ભકિતનગર પોલીસ મથકના પીઆઇએમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઈ જે.જે.ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઇ હર્ષભાઇ માવદીયાને એવી બાતમી મળી હતી કે, આધારે હુડકો અરવિંદભાઇ મણીયાર સી-કવાર્ટર શેરી નં.૪૬ કવાર્ટર નં.૩૨ જયશ્રીબેન વડગામાના મકાનમાં ભાડેથી રહેતો શખસ ગાંજાનો વેપલો કરે છે.


બાતમીના આધારે ટીમે દરોડો પાડી અફઝલ રજાકમીયા સૈયદ (ઉ.વ.૩૭, રહે. મુળ ધોળીયા હનુમાનજીના મંદિરની બાજુમાં ખીજળા શેરી ધોરાજી) ને ઝડપી લઇ ગાંજાનો જથ્થો ૯૯૯.૬૦૦ ગ્રામ રૂ.૯,૯૬૦ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ આજીડેમ પીઆઇ એ.બી.જાડેજાએ હાથ ધરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગાંજા સાથે ઝડપાયેલો શખસ મૂળ ધોરાજીનો વતની છે અને અહીં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરે છે. તે જૂનાગઢથી ગાંજો લઈ આવી છૂટકમાં વેંચાણ કરવાનો હોવાની પ્રાથમિક કબૂલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application