BREAKING NEWS

બ્યુટી પાર્લર સંચાલિકાની લૂંટના ઇરાદે પાડોશમાં રહેતા બેલડીએ હત્યા કરી હતી

  • September 19, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપાસીતારામ પાર્કમાં રહેતા બ્યુટી પાર્લર સંચાલિકાની હત્યાનો ભેદ ઉકેલવામાં અંતે ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. પોલીસે યુપીના આગ્રાના વતની અને એક મહિના પૂર્વે જ રાજકોટમાં આવેલા રામનરેશ જાટવ અને તેના ભાઈ સની જાટવને ઝડપી લઇ હત્યાના આ બનાવવાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. જાટવ બંધુ મહિલાની પાડોશમાં જ રહેતા હતા મહિલા દાગીના પહેરી અવરજવર કરતા હોય જેથી બંને ભાઈઓ ચોરીના ઇરાદે રાત્રીના મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા. બાદમાં મહિલાએ પ્રતિકાર કરતા ગળું કાપી હત્યા કરી નાખી હતી અને પિયા ૪૦,૦૦૦ રોકડની લૂંટ ચલાવી હતી. પોલીસે રોકડ રકમ અને છરી કબજે કરવા તજવીજ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગુવારે સવારના મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સીતારામ પાર્કમાં રહેતા ગીતાબેન કિશોરભાઈ વાજા (ઉ.વ.૫૫) નામના બ્યુટી પાર્લર સંચાલિકા મહિલાની ગળું કાપેલી હાલતમાં ઘરમાંથી જ લાશ મળી આવી હતી જે બનાવ અંગે મૃતકના પતિ કિશોરભાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હત્યાના આ બનાવમાં પ્રથમ મૃતકના પતિ–પુત્ર અને તેના પુષ મિત્ર પર શંકાની સોય હોય જેથી પોલીસે તેમની સઘન પૂછતાછ કરી હતી પરંતુ તેમાં કઈં શંકાસ્પદ મળ્યું ન હતું. જેથી પોલીસે હત્યા ચોરી કે લૂંટના ઇરાદે થઈ હોવાની દિશામાં તપાસ આગળ ધપાવી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ– અલગ આ દિશામાં ઐંડાણપૂર્વક તપાસ કરતા અંતે બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે મહિલાના પાડોશમાં એક મહિના પહેલા રહેવા આવેલા અને કેટરીનનો ધંધો કરનાર મૂળ આગ્રાના વતની રામ નરેશ હસમુખ જાટવ અને તેના ભાઈ સની હસમુખ જાટવએ મળી મહિલાની હત્યા કર્યાનું માલુમ પડું હતું. જેથી પોલીસે આ બંને શખસોને ઝડપી લઇ તેમની આગવી ઢબે પૂછપરછ કરતા બને એવી કબુલાત આપી હતી કે, રામનરેશ ગામમાં પ્રધાન પાસેથી પિયા બે લાખની લોન લીધી હતી જેથી તેના પણ હોય દરમિયાન ગઈ તા. ૧૪ ના ગીતાબેન બહારથી ઘરેણા પહેરીને પરત આવતા બંને ભાઈઓએ ચોરી કરવાનો પ્લાન કર્યેા હતો અને તા. ૧૬–૧૭ ના મોડી રાત્રીના ગીતાબેન ઘરે એકલા હતા ત્યારે બંને ભાઈઓ ધારદાર છરી લઈને રાત્રિના બે વાગ્યા આસપાસ ઘરમાં ઘૂસ્યા હતા દરમિયાન મહિલા જાગી જતા તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી મહિલાએ પ્રતિકાર કરતા ગળાના ભાગે છરી કી ગળું કાપી હત્યા કરી નાખી હતી. બાદમાં જાટવ બંધુએ અહીંથી પિયા ૪૦ હજારની રોકડની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
ચોરી અને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરનાર બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ કબજે કરવા અને ગુનામાં ઉપયોગમાં લીધેલી છરી કબજે કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
રામનરેશ જાટ સામે અગાઉ પોકસોનો ગુનો નોંધાયો હતો
બ્યુટી પાર્લર સંચાલિકાની હત્યા કરનાર જાટવ બંધુ પૈકી રામનરેશ જાટવ સામે અગાઉ તેના વતનમાં સગીરાને ભગાડી જઇ તેના પર દુષ્કર્મ આચરવા અંગે પોકસોનો ગુનો નોંધાઇ ચૂકયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્રારા બંન્ને આરોપીની સઘન પુછતાછ કરવામાં આવી રહી છે. આરોપીઓ અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? તે અંગે તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application