BREAKING NEWS

નવરાત્રિ અને દશેરાના તહેવાર પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

  • October 08, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સમયમાં ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૧/૧૦/૨૦૨૬ થી તા.૨૦/૧૦/૨૦૨૬ સુધી નવરાત્રિ મહોત્સવ તેમજ તા.૨૧/૧૦/૨૦૨૬ના રોજ દશેરા જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવશે. તહેવારોના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ  જે.એન.વાઘેલા દ્વારા રાત્રિના ૧૨.૦૦ કલાક પછી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર નહીં વગાડવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા અનુસાર રાત્રિના ૧૨.૦૦ સુધી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકરની જોગવાઈ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે, ખાનગી કે જાહેર સ્થળોએ રાત્રિ દરમિયાન ગરબા, રાસના કાર્યક્રમમાં મોડે સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખવામાં આવે છે.
જેના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં તા. ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૧/૧૦/૨૦૨૬ (બન્ને દિવસો સહિત) રાત્રિના ૧૨.૦૦ કલાક પછી પબ્લિક એડ્રેસ સિસ્ટમ/લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અનુસાર શિક્ષાપાત્ર થશે તેમજ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના સંબંધિત પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓ  અધિકૃત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application