BREAKING NEWS

મારામારીના ગુન્હામાં ફરાર અકવાડાનો શખ્સ એલસીબીના હાથે પકડાયો

  • January 07, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરના  ઘોઘા રોડ પોલીસ મથકમાં દાખલ થયેલ મારામારીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
પોલીસ મહાનિરીક્ષક  ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેય દ્વારા  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા તેમજ અધિકારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ. જે સૂચનાના પગલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં  દાખલ થયેલ મારામારીના ગુન્હામાં પકડવાના બાકી આરોપી રાહુલ રમેશભાઇ બારૈયા રહે.અકવાડા, ભાવનગર. હાલ અકવાડા,ગુરૂકુળ સામે રોડ પર ઉભેલ છે. જે બાતમીવાળી જગ્યાએથી  પકડવાના બાકી આરોપી રાહુલ રમેશભાઇ બારૈયા (ઉ.વ.૨૧ રહે.પીરવાડા શેરી, ઘોઘા રોડ, અકવાડા, ભાવનગર)ને ઝડપી લઈ તેને ઘોઘા રોડ પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા આરોપી સામે ભાવનગર શહેરના  ઘોઘા રોડ પોલીસના  ગુ.ર.નં.૨૩૫૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૧૧૮(૨), ૧૧૫ (૨), ૩૫૨,૩૫૧(૩),૫૪ મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિલભાઇ સોલંકી તેમજ સંજયભાઇ ચુડાસમા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application