BREAKING NEWS

ભગવતીપરામાં યુવકના પગ ભાંગી નાખનાર ટોળકીનું સરઘસ કઢાયું, પોલીસે માફી મગાવી, જુઓ તસવીરો

  • November 21, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભગવતીપરામાં બે દિવસ પૂર્વે ટોળકીએ અગાઉના મનદુઃખમાં બે મિત્રોને રિક્ષામાં આંતરી યુવક ઉપર ધોકા-પાઈપ વડે હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતા અને રિક્ષામાં ધોકા-પાઈપથી તોડફોડ કરતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાને પગલે બી-ડિવિઝન પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદના આધારે ગૌરાંગગીરી ઉર્ફે ગવલો અરવિંદગિરી ગૌસ્વામી, જાવીદ ઉર્ફે જાવલો હનીફભાઈ સોઢા, મિહીર જગદિશભાઈ વાઘેલા તેનો ભાઈ આશીષ વાઘેલા (રહે. ત્રણેય ભગવતીપરા), ઉમેશ ધનજીભાઈ વિઝવાડીયા, શૈલેષ ઉર્ફે ગાંડો ઉર્ફે માસ અવચરભાઈ ડાભી, રુત્યિક ઉર્ફે ખાન મુકેશભાઈ ડાભી, બાદલ ગોપાલભાઈ માનસુરીયા (રહે. ચારેય મોરબી રોડ વેલનાથપરા), સજય કાનજીભાઈ સારલા( રહે-મોરબી રોડ જકાતનાકા સુર્યમુખી હનુમાનની બાજુમાં), કિશન સુરેશભાઈ ડાભી (રહે-હુડકો ચોકડી રણુજા નગર મેઈન રોડ) તમામ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શખ્સોને ઝડપી પાડવા જુદી જુદી ટિમ બનાવી હુમલાખોર દશેય શખસોને ઝડપી લઈ આજે પીઆઈ એસ.એસ.રાણે સહિતના પોલીસ સ્ટાફે આરોપીઓને જ્યાં ઘટના બની હતી એ સ્થળ પર લઈ જઈ દોરડા બાંધી રિકન્ટ્રક્શન કરાવી માફી મગાવવામાં આવી હતી. આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતા આ જોવા માટે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો એકઠા થયા હતા.


ભગવતીપરામાં હુશેનીયા મસ્જીદ પાસે રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.વ.૨૭) અને મિત્ર સિકંદર હારૂનભાઇ રાઉમા બંને બુધવારે રિક્ષામાં બેસી ચા પીને પરત ઘરે જતા હતા ત્યારે આઝમ ચોકમાં પહોંચતા ગૌરાંગ ઉર્ફે ગવલો, જાહીદ ઉર્ફ જાવલો, મિહીર તેનો ભાઈ આશિષ, ઉમેશ, શૈલેષ ઉર્ફે ગાંડો, ઋત્વિક ઉર્ફે ખાન, બાદલ, સંજય, કિશન સહિતે રિક્ષા રોકાવી તું સિકંદર સાથે કેમ ફરે છે કહી સમીર ઉપર ધોકા-પાઇપથી તૂટી પડતા યુવકને હાથ પગ સહિતના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ટોળકીએ સમીરના મિત્ર સિકંદરની રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. દેકારો થતા લોકોના ટોળા ભેગા થવા લાગતા શખસો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના પગ ભાંગી ગયાનું નિદાન થયું હતું.


આ હુમલો કરવા પાછળનું કારણ સમીરે જણાવ્યું હતું કે, મિત્ર સિકંદર રાઉમાના ભાઈને ઘણા સમય પહેલા ગૌરાંગ ઉર્ફ ગવલાના પિતા સાથે ગાળ બોલવા બાબતે બોલાચાલી થયા બાદ માથાકૂટ થઇ હતી તે સમયે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. ત્યારથી ગવલો અને તેનો મિત્ર જાહીદ ઉર્ફ જાવલો સહિતના સિકંદર સાથે અવાર નવાર ઝગડાઓ કરી ધમકીઓ આપતા હતા. બુધવારે સમીર અને સિકંદરને સાથે જોઈ જતા હુમલો કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News