કૃષ્ણ દ્રોપદીનું ક્યારેક જ પ્રદર્શિત થતું સખ્ય

  • November 17, 2023 01:01 PM 

દ્રોપદી અને કૃષ્ણનું સખ્ય અનન્ય ઉંચાઈ ધરાવતો સંબંધ હતો પણ એની વિસ્તૃત ચર્ચા મહાભારતમાં કે તે સમાન અન્ય ગ્રંોમાં ઈ ની. મહાભારતમાં બન્ને વચ્ચેની ગાઢ સમજણને દર્શાવાઈ છે પણ એનું વર્ણન બહુ જ જુજ યું છે. જ્યાં વર્ણન યું છે ત્યાં પણ પરોક્ષ અવા આડકતરું યું છે. ઉદાહરણ તરીકે દ્રોપદીએ કૃષ્ણને એવું કહ્યું કે પાંડવો તો ઠીક, તમે પણ મારા ની. આ એક વાક્ય બંને વચ્ચેના સખ્યની ગહનતા દર્શાવી જાય છે. આવું જ અશ્ર્વમેધ યજ્ઞ વખતે પણ બન્યું હતું. ચારે દીશાઓમાં રાજાઓને નમાવીને અર્જુન જ્યારે હસ્તનાપુર પરત આવી રહ્યો હતો ત્યારે કૃષ્ણના દુતે આવીને ખબર આપ્યા કે અર્જુન કાલે સવારે હસ્તનાપુરમાં પ્રવેશ કરશે. યુધિષ્ઠિરને મળીને કૃષ્ણએ આ સમાચાર તેમને આપ્યા. ધર્મરાજને અગાઉી આ સમાચાર તો મળી જ ગયા હતા પણ કૃષ્ણના દુત સો અર્જુને પોતે આવવાની જાણ કરી એટલે કોઈ વિશેષ પ્રયોજન હશે અવા કોઈ સંદેશો હશે એ સમજી ગયેલા યુધિષ્ઠિર પૂછ્યું કે, ‘અર્જુને કોઈ ખાસ વાત કહેવડાવી હોય તો જણાવો.’ ‘મારા દુતે કહ્યું છે કે, અર્જુને યુધિષ્ઠિર માટે ખાસ જણાવ્યું છે કે, ચારે દીશાી રાજાઓ આવશે તેમનું યોગ્ય સન્માન ાય તેનું ધ્યાન રાખવું. રાજસૂય યજ્ઞ વખતે શ્રીકૃષ્ણને પ્રમ અર્ધ્ય આપવાી જે દુર્ઘટના ઘટી હતી તેવું ન ાય તેનું ધ્યાન રાખવું. રાજાઓ વચ્ચે પરસ્પર દ્વેષ પેદા ન ાય તેનું ધ્યાન રાખવું જેી પ્રજાનો વિનાશ ન ાય. આ ઉપરાંત મારો પુત્ર અને મણીપુરનો મહારાજા બભ્રુવાહન ખાસ આવી રહ્યો છે તેનો વિધિપૂર્વક સત્કાર કરવો.’ અર્જુનની બન્ને ચિંતા વાજબી હતી. અશ્ર્વમેધ યજ્ઞમાં પ્રમ અર્ધ્ય આપવા બાબતે વિવાદ ાય અને રાજાઓ વચ્ચે વેરના બીજ વવાય, લડાઈ ાય તે મહાભારતનું યુધ્ધ સહન કરી ચૂકેલી પૃથ્વી માટે યોગ્ય નહોતું. જોકે, અશ્ર્વમેધ યજ્ઞમાં કોને પ્રમ અર્ધ્ય આપવામાં આવ્યો તે બાબતે ચોખવટ પછીી કરવામાં આવી ની. કૃષ્ણને પ્રમ અર્ધ્ય અપાયો હતો કે નહીં તે પ્રશ્ર્ન મહાભારતમાં અનુત્તર રહે છે. બભ્રુવાહનને સન્માન આપવાનો મુદ્દો પણ વાજબી હતો. એ અર્જુનનો પુત્ર હતો અને પોતાની માતા ચિત્રાંગદા અને સાવકી માતા છતાં સગી જનેતા જેવી ઉલુપીને સો લઈને આવતો હતો. અર્જુન પોતાની બંને પત્નીઓ અને પુત્રને કુ‚ઓ દ્વારા યોગ્ય સન્માન અપાય તેવું ઈચ્છે તે સ્વાભાવિક છે.
યુધિષ્ઠિરને મહાભારતનું યુધ્ધ જીતાડી દીધા પછી તરત જ અર્જુન અશ્ર્વમેધ નિમિત્તે આખાં ભારતવર્ષમાં ફરીને, લડાઈઓ લડીને ધર્મરાજની સર્વોપરિતા સપી આવ્યો. પાંડવો યુવાન યા ત્યારી અર્જુન સતત લડતો આવ્યો હતો. દ્રોપદીને સ્વયંવરમાં જીત્યા પછી પણ પાંચેય પાંડવો તેના પતિ યા અને અર્જુને તો રાજસુખ ભોગવવાને બદલે, યુધિષ્ઠિર-દ્રોપદી જ્યાં બેઠા હતા ત્યાં ધનુષ્ય લેવા જતાં વનવાસમાં જવું પડ્યું. દુર્યોધન સામે યુધિષ્ઠિર જુગારમાં સર્વસ્વ હારી ગયા પછી બાર વર્ષના વનવાસ દરમિયાન પણ અર્જુને દિવ્ય ઓ મેળવવા માટે એકલા સંઘર્ષ કરવો પડ્યો. અજ્ઞાતવાસમાં ષણ્ઢના ‚પમાં રહેવું પડ્યું. પાંચેય પાંડવોમાં સૌી વધુ સંઘર્ષ અર્જુને કરવો પડ્યો. એટલે કૃષ્ણએ દુતની વાત કાઢતી વખતે યુધિષ્ઠિરને આડકતરી રીતે આ બાબત સમજાવવા કહ્યું કે ‘મારા દુતે સતત લડવાી દુબળા ઈ ગયેલા અર્જુનને જોયો? ધર્મરાજે અહીં એક સામાન્ય પ્રશ્ર્ન પૂછ્યો જેનો અસામાન્ય, અદ્ભૂત જવાબ કૃષ્ણએ આપ્યો: યુધિષ્ઠિરે પૂછ્યું કે લક્ષણશા મુજબ તો અર્જુનનું સંપૂર્ણ શરિર શુભ લક્ષણોવાળું છે. એમાં એવું ક્યું અનિષર સુચક લક્ષણ હશે જેને કારણે અર્જુને સતત દુ:ખ ભોગવવું પડે છે?


કૃષ્ણનો જવાબ આઉટ-ઓફ બોક્સ છે: ‘એના પગની પીંડીઓ સામાન્ય કરતા વધુ મોટી છે એટલે એણે સતત ભ્રમણ કરતા રહેવું પડે છે, બીજું કશું ની.’ આવો જવાબ માત્ર કૃષ્ણ જ આપી શકે. આ જવાબ એક કટાક્ષ પણ છે. યુધિષ્ઠિર માટે અને તેમની મુર્ખાઈઓના કારણે અર્જુન દુ:ખી તો રહે છે, અર્જુન સક્ષમ છે એટલે તમે એના ઉપર સતત બોજ નાખતા રહો છો એવું કૃષ્ણએ આડકતરી રીતે કહી દીધું. કૃષ્ણએ કરેલો આ કટાક્ષ માત્ર દ્રોપદી જ સમજી શકી. ‘દ્રોપદીએ ત્રાંસી નજરે, અદેખાઈપૂર્વક કૃષ્ણ સામે જોયું. ર્તિક સ અસૂયમૈક્ષત અને કૃષ્ણએ દ્રોપદીના તે પ્રણયપૂર્ણ કટાક્ષનો સ્વીકાર કર્યો, દ્રોપદી માટે તો કૃષ્ણ અર્જુન જેવા જ હતા’ (અશ્ર્વમેધિક પર્વ, અ-૮૯, શ્ર્લોક-૧૦) કૃષ્ણ માટે દ્રોપદીનો પ્રેમ જ્વલ્લે જ પ્રગટ યો છે. કૃષ્ણ અને દ્રોપદી સદા બોલ્યા વગર એકબીજાની વાત સમજતા રહ્યાં. મનનું આવું ઐકય ભાગ્યે જ કોઈ જોડાંમાં જોવા મળે. દૂર રહ્યા છતાં કૃષ્ણ સદા કૃષ્ણાની સૌી નજીક રહ્યા. મહાભારતકારે કૃષ્ણ અને દ્રોપદીના સખ્યનું સૌી લાંબું વર્ણન આ એક જ સ્ળે કર્યું છે, માત્ર એક જ શ્ર્લોકમાં.
​​​​​​​
અશ્ર્વમેધ યજ્ઞમાં ત્રણસો જેટલા પશુઓની બલિ આપવામાં આવી એવો સ્પષ્ટ ઉલ્લેખ મહાભારતમાં છે. યજ્ઞપશુ અશ્ર્વનો વધ કર્યા પછી તેની ચરબીને અગ્નિમાં પકાવી અને અશ્ર્વના સોળેય અંગોનો બ્રાહ્મણોએ યજ્ઞમાં હોમ કર્યો એવું જણાવાયું છે. અશ્ર્વમેધ યજ્ઞ પૂરો યો પછીની અડધા સોનાના નોળિયાની વાર્તા ખુબ પ્રચલિત છે. અશ્ર્વમેધ યજ્ઞ પૂરો યો પછી યુધિષ્ઠિરની ખૂબ પ્રશંસા ઈ. લોકો કહેવા માંડ્યા કે આટલો પૂણ્યશાળી યજ્ઞ ક્યારેય યો ની. તેવામાં એક નોળિયો ત્યાં આવ્યો, જેનું અડધું શરીર સોનાનું હતું, અડધું હાડ-માંસનું. આ નોળિયો યજ્ઞની માટીમાં આળોટવા માંડ્યો. આ જોઈને કોઈએ તેને પૂછ્યું કે આ તું શું કરે છે અને શા માટે કરે છે ત્યારે નોળિયાએ જવાબ આપ્યો કે મારું બાકીનું અડધું શરીર કોઈ પૂણ્યશાળી યજ્ઞમાં સોનાનું ઈ જાય તે આશાએ હું અહીં આળોટ્યો પણ એવું યું નહીં, રાજા યુધિષ્ઠિરનો આ યજ્ઞ એક બ્રાહ્મણના એક શેર સાવાની તોલે ન આવે. એમ કહીને નોળિયાએ બ્રાહ્મણની વાર્તા કહી જે દર ત્રીજા દિવસે જમતો અને જો ત્રીજા દિવસે ભોજન ન મળે તો તે છઠ્ઠા દિવસે જમતો. એવામાં દુષ્કાળ પડ્યો. બ્રાહ્મણ પાસે ધનનો સંચય તો હતો જ નહીં એટલે તેનો પરિવાર વારંવાર ભૂખ્યો રહી જતો. એક વખત ત્રણ દિવસ ભૂખ્યા રહ્યા પછી તેને એક શેર જવ ભિક્ષામાં મળ્યા. બ્રાહ્મણ, તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂએ એક શેર જવમાંી સાવો બનાવીને તેના ચાર ભાગ કર્યા. હજી જમવા બેસતા હતા ત્યાં જ એક બ્રાહ્મણ અતિિ ત્યાં આવ્યો અને વિપ્રે અતિનિે પોતાના ભાગનો સાવો ભોજનમાં આપ્યો. એટલા સાવાી અતિિ ધરાયો નહીં એટલે બ્રાહ્મણની પત્નીએ પોતાના ભાગનો સાવો આપી દીધો. તે અતિિ એનાી પણ તૃપ્ત યો નહીં એટલે પુત્રે પોતાનો સાવો પણ મહેમાનને આપ્યો. તે અતિિ તો પણ સંતુષ્ટ યો નહીં એટલે પુત્રવધૂએ પણ પોતાના ભાગનો સાવો તેને અર્પણ કરી દીધો. ત્રણ દિવસી ભૂખ્યા હોવા છતાં આ પરિવારે સાવ અજાણ્યા અતિનિે પોતાનું ભોજન પ્રેમપૂર્વક આપી દીધું. એ અતિિ અન્ય કોઈ નહીં, ધર્મદેવ પોતે હતા જેમણે બ્રાહ્મણ પરિવાર પર પ્રસન્ન ઈને તેમને સ્વર્ગલોકમાં મોકલ્યા અને કહ્યું કે મોટા કુળવાળા અનેક દાનો આપવાી ધર્મ જેટલો પ્રસન્ન તો ની તેટલો ન્યાયી સંપાદિત કરેલા અને પોતાનો ર્સ્વા ત્યાગીને આપેલા નાનકડા દાની પ્રસન્ન ાય છે’ આ બ્રાહ્મણે જ્યારે સાવાનું દાન કર્યું ત્યારે તેમાંના ોડા દાણા જમીન પર પડી ગયા હતા. નોળિયાએ પોતાના દરમાંી નીકળીને તે જગ્યાએ શરીર ઘસ્યું એનાી તેનું માું અને અડધું શરીર સોનાનાં ઈ ગયા. તે પછી બાકીનું અડધું શરીર સોનાનું બનાવવા નોળિયો જ્યાં જ્યાં દાન યું ત્યાં પહોંચ્યો પણ આખું શરીર સુવર્ણનું ન બન્યું. પોતાની પાસે હોય તે સઘળું આપી દેવાના નાનકડા દાનનું મહત્વ સમજાવવા માટેની આ વાર્તા પેલી નાની બાળકીના દાનની વાર્તાની યાદ અપાવે છે જેમાં બુધ્ધની મૂર્તિ બનાવતી વખતે નાની બાળકીનું એક પૈસાનું દાન સ્વીકારવામાં આવ્યું નહીં અને મૂર્તિના હૃદયના સને કાણું રહી ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application