બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે સાંસદ ને રજુઆત કરાય
બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે સાંસદ ને રજુઆત કરાય
October 08, 2026 10:39 AM
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી, જાગૃત નાગરિકો નુ પ્રતિનિધિ મંડળ સાંસદ ભરતભાઈ સુતરીયા ને રજુઆત કરવા માટે પહોંચ્યું .... ધારાસભ્ય જેવી કાકડીયા, જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ મહાવીર બાપુ તેમજ જીલ્લા પંચાયત ના સદસ્ય ધનશ્યામ ભાઈ હીરપરા, માજી સરપંચ ભરતભાઈ શેઠ પણ જોડાયા હતા રજુઆત કરવા માટે..... સાંસદ ભરતભાઈ સુતરીયા એ અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે આશા વ્યક્ત કરી.... પ્રતિનિધિ મંડળ ને આપી ખાતરી... જીલ્લા ના તમામ ધારાસભ્યો ને સાથે રાખી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને રેલ્વે મંત્રી ને મળવા માટે ધારી પત્રકાર સંઘ ને પણ રૂબરૂ મુલાકાત લય જશે .... અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ક્યાં અટવાઈ છે એ મુદ્દે પણ લાંબી ચર્ચાઓ ચાલી હતી... ઈક્કો જોન ના પ્રશ્ને ધારાસભ્ય જેવી કાકડીયા એ જણાવ્યું છે કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મુદ્દે ક્યાંય પણ ઈક્કો જોન વિસ્તાર આવતો નથી ... અને કદાચ વન્યજીવો ની સુરક્ષા ની વાત આવતી હોયતો વનવિભાગ સાથે ચર્ચા કરીને આ વાતનો પણ ઉકેલ લાવવામાં આવશે ..... અમરેલી થી જુનાગઢ અને અમરેલી થી સોમનાથ સુધીની મીટર ગેજ લાંબા સમયથી શા માટે બંધ રાખવામાં આવેલ છે જે અંગે ના પત્રકારો ના સવાલ ના જવાબ માં સાંસદ ભરતભાઈ સુતરીયા એ જણાવ્યું હતું કે અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે આવેલ એક મંદિર નો પ્રશ્ન હતો જેને હટાવવાનો ઉકેલ આવી ગયેલ છે... થોડા દિવસો માં અમરેલી થી ધારી ચલાલા વિસાવદર ને જોડતી મીટર ગેજ ટ્રેનો શરૂ કરવામાં આવશે ... આ સાથેજ લાખો લોકો ને ઉપયોગી બ્રોડગેજ સુવિધા મંજુર કરવા માટે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી ને સાથે રાખી દિલ્હી ખાતે વડાપ્રધાન અને રેલ્વે મંત્રી પાસેથી મંજુરી લયને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે