દર વર્ષે કંઇ નોખુ અનોખું કરવાની પરંપરા ધરાવતું ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં સૌરાષ્ટ્ર્રમાં સૌ પ્રથમવાર રોબોટ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ સાથે ગરબે ઝુમ્યો હતો.
સેકન્ડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટ સામે વિશાળ પટ્ટાંગણમાં જમાવટ લઇ રહેલ કલબ યુવી નવારાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે સૌરાષ્ટ્ર્રમાં સૌ પ્રથમ રોબોટ ગરબે રમતો જોવા મળ્યો હતો. પૃથ્વી નામના આ રોબોટને ખલૈયાઓ સાથે ગરબે રમતો જોઇ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કલબ યુવીના આંગણે પારંપરીક અર્વાચીન ગરબાના તાલ સાથે ટેકનોલોજી અને ફયુચરનો સમન્વય સમા પુથ્વી રોબોટ પારંપરીક ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ થઇ સિંગરો સાથે મેઇન સ્ટેજ પરથી ખેલૈયાઓની સાથો સાથ ગરબાના તાલે ઝુમ્યો હતો.
રોબોટ પૃથ્વી સાથે ફોટાઓ લઇ તેને કેમેરામાં કેપ્ચર કરવા માટે ખલૈયાઓ–દર્શકોની હોડ લાગી હતી. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં પૃથ્વી બોરોટ ત્રીજા અને ચોથા નોરતે રાસોત્સવના ગ્રાઉન્ડમાં ખલેલૈયાઓ સગં ગરબા રમશે. માણસની જેમ તાલીઓ પાડી, ગરબાના સ્ટેપ લેતો 'પૃથ્વી' રોબોટ સૌના આકર્ષણ અને મનોરંજનનું કેન્દ્ર બન્યો હતો. કલબ યુવીના નવરાત્રી મહોત્સવ માં ત્રીજા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ શ્રેયા ધીંગાણી, ઘેટીયા ધારા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ ડેડકીયા શ્રેય, કડીવાર હાર્દ ચિલ્ડ્રન પ્રિન્સેસ ધ્યાના આડોદરીયા, દિવા મેંદપરા, ચિલ્ડ્રન પ્રિન્સ કાલાવડીયા ભાગ્યેશ, હીત કલોલા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ અરણીયા આયુષી, કાજલ કોરડીયા, ગાર્ગી પટેલ, વેલ ડ્રેસ પ્રિન્સ પાણ હસ્તીન, મન હરણીયા, કાથરોટીયા હાર્દિક પ્રિન્સેસ તરીકે ધેટીયા સીતાપરા હીતાર્થી, બરાણીયા ભકિત, ખુશી કનેરીયા, પ્રિન્સ તરીકે લોદરીયા રોનક, કણસાગરા સુદીપ, હીંગરાજીયા સાહીલ વિજેતા બન્યા હતા. કલબ યુવીના ત્રીજા નોરતે વિજેતા ખેલૈયાઓને શિલ્પન ગ્રુપના ભરતભાઇ ડઢાણીયા તથા ભાવીતાબેન, શ્યામલ ગ્રુપના શૈલેષભાઇ ભાલોડીયા તથા સ્વયં બિલ્ડર્સના વિજય મકવાણા તથા રીનાબેન, ગેટ વે ગ્રુપના ચંદ્રેશ શીરા તથા ઉષાબેન, અશ્ર્વિન દેસાઇ, કલબ યુવીના વિજય ડઢાણીયા તથા વૈશાલીબેન તથા કલબ યુવીના કમિટી મેમ્બરો દ્રારા વિજેતા ખલૈયાઓને ઇનામો અપાયા હતા.